close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

જુનાગઢમાં પ્રચંડ બહુમતીથી ભાજપ જીત્યું, તો કોંગ્રેસ કરતા પણ NCPને વધુ બેઠક મળી

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થયું છે. મનપાની ચૂંટણીના પરિણામમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. જૂનાગઢ મનપાની 54 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. તેમજ 4 બેઠક પર NCPની જીત થઇ છે. જીતના દાવા કરનારી કોંગ્રેસ માત્ર 1 જ બેઠક પર જીતનો સ્વાદ ચાખી શકી છે. 

Updated: Jul 23, 2019, 01:28 PM IST
જુનાગઢમાં પ્રચંડ બહુમતીથી ભાજપ જીત્યું, તો કોંગ્રેસ કરતા પણ NCPને વધુ બેઠક મળી

અમદાવાદ :જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થયું છે. મનપાની ચૂંટણીના પરિણામમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. જૂનાગઢ મનપાની 54 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. તેમજ 4 બેઠક પર NCPની જીત થઇ છે. જીતના દાવા કરનારી કોંગ્રેસ માત્ર 1 જ બેઠક પર જીતનો સ્વાદ ચાખી શકી છે. નોંધનીય છે કે, જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલેથી જ કોંગ્રેસાં આંતરિક વિખવાદ સામે આવ્યા હતા. ત્યારે આજે કોંગ્રેસ એનસીપી કરતા પણ ઓછી એટલે કે માંડ એક સીટ કબજે કરી શકી છે. 

જુનાગઢ મનપા ચૂંટણીમાં હાર તરફ સરકી રહેલા કોંગ્રેસના ધારાસભ્યએ શું કહ્યું, જુઓ

ભાજપમાં ઉજવણીનો માહોલ 
જૂનાગઢ મહાનગર પાલિકામાં ભાજપે સત્તાનું પુનરાવર્તન કર્યું છે. 14 વોર્ડની 59 બેઠકોમાંથી 54 બેઠકો પર ભાજપનો કબજો થયો છે. ભાજપ પ્રદેશ કાર્યાલય દ્વારા જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાજપની જીત થતાં રાજકોટમાં ઉજવણી કરાઈ હતી, જેને પગલે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ છવાયો હતો. તો બીજી તરફ ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમાં પણ જીતની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી હતી. આવતીકાલે મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખ જૂનાગઢ જશે. જુનાગઢમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં વિજ્યોત્સવ મનાવાશે.

Live જુનાગઢ મનપા ચૂંટણી પરિણામ : ભાજપે 35 બેઠકો કબજે કરી, કોંગ્રેસ-એનસીપીનું ખાતુ પણ ન ખૂલ્યું

જુનાગઢ મનપા ચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ માટે જુઓ LIVE TV : 

કોંગ્રેસની સ્થિતિ વધુ કથળી
જૂનાગઢ મનપામાં કોંગ્રેસની સ્થિતિ કથળતી જઈ રહી છે. જુનાગઢમાં હવે કોંગ્રેસની પકડ રહી નથી અને તેઓ મતદારો ગુમાવી રહી છે તે મહાનગરપાલિકા ચૂંટણીના પરિણામો બતાવે છે. ભાજપ સામે હાર બાદ NCPએ પણ કોંગ્રેસને પછાડી છે. આ ચૂંટણીમાં NCPને 4 બેઠકો મળી છે, જ્યારે કે કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી છે. વોર્ડ નંબર 4માં કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન પણસારાની જીત થઈ હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નં. 1, 2, 5, 6, 7 9, 10,11,12, 13, 14, 15માં ભાજપની પેનલનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નં.4માં ભાજપનો 3 અને કોંગ્રેસનો એક અને એનસીપીનો 4 બેઠક પર વિજય થયો છે.