એશિયાની સૌથી મોટી APMCની ચૂંટણીમાં કેમ સર્જાયું કમઠાણ? મોટા માથાના નામ કપાતાં અસંતોષનો ચરૂ

ભાજપે ઘડી કાઢેલી ફોર્મ્યુલા અનુસાર આખરે ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે.. ખેડૂત વિભાગમાંથી ઉમેદવારી નોંધાવનાર વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલની મેન્ડેટ નહીં બાદબાકી કરાશે.

એશિયાની સૌથી મોટી APMCની ચૂંટણીમાં કેમ સર્જાયું કમઠાણ? મોટા માથાના નામ કપાતાં અસંતોષનો ચરૂ

ઝી બ્યુરો/મહેસાણા: ઊંઝા એપીએમસીના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણીમાં ભાજપે ઘડી કાઢેલી ફોર્મ્યુલા અનુસાર આખરે ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે.. ખેડૂત વિભાગમાંથી ઉમેદવારી નોંધાવનાર વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલની મેન્ડેટ નહીં બાદબાકી કરાશે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ચૂંટણીના મેદાનમાં રહેલા ખેડૂત વિભાગના 20 અને વેપારી વિભાગના 16 ઉમેદવારોનું નામ બેલેટ પેપરમાં આવનાર હાવાથી કુલ 1066 મતદારો કોના ઉપર પસંદગીનો કળશ ઢોળશે તેના પર દારોમદાર રહેશે.

ભાજપ દ્વારા ખેડૂત વિભાગ માટે 

  • પટેલ ડાહ્યાભાઇ હરગોવનદાસ
  • પટેલ રમણભાઈ ઈશ્વરભાઈ 
  • પટેલ ધર્મેન્દ્રભાઈ જીવણભાઈ
  • પટેલ અંબાલાલ જોઈતારામ 
  • પટેલ ભગવાનભાઈ શિવરામભાઈ
  • પટેલ પ્રહેલાદભાઈ હરગોનદાસ
  • પટેલ ધીરેન્દ્રકુમાર બાબુલાલ, 
  • પટેલ કનુભાઈ રામભાઇ
  • પટેલ હસમુખભાઈ કચરાભાઈ
  • પટેલ સુપ્રીત ગૌરાંગભાઈ

જ્યારે વેપારી વિભાગની વાત કરીએ તો, પટેલ કનુભાઈ પરસોત્તમદાસ, પટેલ પ્રહેલાદભાઈ મોહનલાલ, જોષી ભાનુભાઈ શંકરલાલ, પટેલ વિષ્ણુભાઈ વિઠલદાસને મેન્ડેટ આપ્યા છે.

આગામી 16મી ડિસેમ્બરના રોજ યોજાનાર ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 મળીને કુલ 14 બેઠકો માટે મતદાન થવાનું છે. જ્યારે ખરીદ વેચાણ વિભાગની 1 બેઠક ઉપર એકમાત્ર દિનેશ પટેલનું ઉમેદવારી ફોર્મ રજૂ થયું હોવાથી તેઓ બીનહરીફ થયા છે.. યાર્ડની ચૂંટણી જાહેર થતાં જ સત્તા મેળવવા ભાજપના ત્રણ જૂથો સક્રિય બન્યા હતા. ઊંઝા માર્કેટ યાર્ડના પૂર્વ વાઈસ ચેરમેન અરવિંદ પટેલ સહિત મોટાભાગના ઘૂરંધરોના નામના છેદ ભાજપે ઉડાડી નવા ચહેરાઓ પર દાવ ખેલ્યો છે.. જેથી પક્ષનો મેન્ડેટ મળવાની અપેક્ષા રાખીને બેઠેલા ઉમેદવારોમાં અસંતોષ ઝળક્યો છે.. 

પરંતુ ચૂંટણી લડવાની મક્કમતા દર્શાવતા ઈફકો, ખેડબ્રહ્મા, હારીજ જેવો બળવો થવાના મળેલા સંકેતને પગલે એકપણ ઉમેદવારને પક્ષનો મેન્ડેટ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો.. ત્યારબાદ પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથ સામે ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ મંત્રી નારણ પટેલ જૂથે હાથ મીલાવી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા.. હવે મતદાનને આડે માંડ ચારેક દિવસ બાકી છે ત્યારે ભાજપ દ્વારા એકાએક ઊંઝાની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 14 બેઠકોના અને વેપારી વિભાગની 4 બેઠકોના ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

પક્ષ દ્વારા જૂના જોગીઓની બાદબાકી કરીને નવા ચહેરાઓ ઉપર પસંદગી ઉતારવામાં આવતાં અસંતોષનો ચરૂ ઉકળ્યો છે.. તેમાંથી મોટાભાગના ઉમેદવારો આરપારની ચૂંટણી લડી લેવાના મુડમાં જણાતા કડકડતી ઠંડીમાં પણ ઊંઝા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.. ફોર્મ પરત ખેંચવાની અંતિમ  તારીખે માર્કેટયાર્ડની ચૂંટણી સમરસ થાય તે માટે ભાજપે પ્રયત્નો કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news