ભલભલા કઠણ કાળજાના માનવીને પણ રોવડાવશે ગુજરાતની આ ઘટના! વ્યાજખોરોના વિષચક્રમાં પરિવાર વિખેરાયો
વ્યાજકવાદમાં ફસાઈને મોત મીઠું કરનાર રતન કલાકાર અશોક રાઠોડની દીકરી જણાવે છે કે પઠાણી ઉઘરાણીથી રત્ન કલાકાર અશોક રાઠોડ છેલ્લા ઘણા સમયથી માનસિક યાતના ભોગવતા હતા અને વ્યાજખોરો દ્વારા અપાતા ત્રાસને કારણે વ્યાજની ચુંગલમાં ઊંડા ઉતરી ગયા હતા.
બોટાદ: વ્યાજના વિષચક્રમાં ફસાઈને અનેક પરિવારના મોભીઓ જીવન ટૂંકાવતા હોય છે પરંતુ વ્યાજક વાદના અજગર ભરડામાં સપડાયેલા મોભી જીવન ટૂંકાવ્યા બાદ પરિવારની જે હાલત હોય છે તે જોઈને ભલભલા કઠણ કાળજાના માનવીઓની આંખોના ખૂણાઓ પણ ભીના થતા હોય છે. આવી જ એક ઘટનાનું પુનરાવર્તન બોટાદ જિલ્લાના ઢસા તાલુકાના પાટણા ગામેની ઘટનાથી ગરીબ પરિવારને માળો વિખાઈ જવા પામ્યો છે. બે બે જુવાન જોધ દીકરીઓ પિતાની છત્રછાયા ગુમાવી એકમાત્ર માતાનો સહારો વધતા વ્યાજખોરો સામે ફિટકારની લાગણીઓ વરસી રહી છે.
ખેડૂતોને બખ્ખાં! ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ખેતીની જમીનનો હવે શરૂ થશે રિ-સર્વે
વ્યાજકવાદમાં ફસાઈને ઝેરી દવા પી મોત વહાલું કરનારા રત્ન કલાકાર અશોક નાનજીભાઈ રાઠોડની કહાની ખરેખર રોવડાવી નાંખે તેવી છે. ઘરની પરિસ્થિતિ જોતા ટકનું લાવીને ટકનું ખાતા પરિવારનો મોભી અશોક રાઠોડ એક મહિલા સહિત ચાર વ્યાજ ખોરોના ચૂંગલમાં ફસાઈને વ્યાજંકવાદના અજગર ભરડામાં સપડાયા બાદ વ્યાજ ખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થઈને ઝેરી દવા પી જતા જુવાન જોધ બે દીકરી અને પત્નીને વિલાપ કરતા છોડીને ચાલ્યા ગયા હતા. રત્ન કલાકાર અશોક રાઠોડના પાછળ બે દીકરીઓ અને પત્નીઓના વિલાપ કરતા ચહેરા જોઈને વ્યાજખોરો સામે રોષની લાગણીઓ ઉભી થઈ રહી છે.
ગુજરાત સરકારનો લોકોની સુખાકારી માટે વધુ એક મોટો નિર્ણય, જાણીને ઉછળી પડશો!
વ્યાજકવાદમાં ફસાઈને મોત મીઠું કરનાર રતન કલાકાર અશોક રાઠોડની દીકરી જણાવે છે કે પઠાણી ઉઘરાણીથી રત્ન કલાકાર અશોક રાઠોડ છેલ્લા ઘણા સમયથી માનસિક યાતના ભોગવતા હતા અને વ્યાજખોરો દ્વારા અપાતા ત્રાસને કારણે વ્યાજની ચુંગલમાં ઊંડા ઉતરી ગયા હતા. અશોક રાઠોડ વ્યાજખોરોના ત્રાસથી મોત મીઠું કરીને બે દીકરીઓ અને પત્ની વ્યાજખોરો સામે હૈયાવરાળ ઠાલવી રહી છે.
સાણંદમાં ફોર્ડનો પ્લાન્ટ ખરીદ્યા બાદ TATAની હવે આઇફોન પ્લાન્ટ પર નજર, ગુજરાતમાં...'
વ્યાજના અજગર ભરડામાં અનેક માનવ જિંદગીઓ હોમાયા બાદ રત્નકલાકાર અશોક રાઠોડ ની જિંદગી ઝેરી દવા પીને મોતને ભેટવાથી પરિવારની આર્થિક સ્થિતિ અતિ નબળી અને દારુણ સ્થિતિ જોઈને વ્યાજખોરો સામે પોલીસ તંત્ર વધુ કડકાયથી કામ લઈને અન્ય વ્યાજના વિષચક્રમાં સપડાયેલા પરિવારોનો માળો ન વિંખાઈ તેની ખાસ તકેદારી રાખે તેવી ZEE 24 કલાક તરફથી હૃદય સ્પર્શી વિનંતી છે.