બજરંગબલીના ગુસ્સાથી બચવા માટે શનિદેવે ધારણ કર્યો સ્ત્રી વેશ...સાળંગપુર ધામનું આ રહસ્ય જાણો છો?
આજે અમે તમને ગુજરાતના એક એવા મંદિરના રહસ્ય વિશે જણાવીશું જેને લઈને કરોડો સનાતનીઓમાં ગજબની આસ્થા છે. એવું કહેવાય છે કે અહીં આવનારા બજરંગબલીના ભક્તો પર ક્યારેય શનિદેવની છાયા પડતી નથી.
ભારત સનાતનધર્મીઓનો દેશ છે જ્યાં તમને ડગલે ને પગલે આસ્થા અને અનેક ચમત્કાર પણ જોવા મળી શકે છે. આજે અમે તમને ગુજરાતના એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં બે એવા ભગવાન બિરાજમન છે જે કળિયુગમાં સૌથી વધુ પ્રાસંગિક છે. જેમાં પહેલા છે રામભક્ત હનુમાન અને બીજા છે શનિદેવ. એવી માન્યતા છે કે પવનપુત્ર હનુમાનને ચિરંજીવી હોવાના આશીર્વાદ પ્રાપ્ત છે. જ્યારે બીજી બાજુ એવું કહેવાય છે કે જો કળિયુગમાં કોઈ વ્યક્તિ પર શનિની સાડા સાતી ભારે પડી જાય તો લાંબા સમય સુધી તેમાંથી છૂટકારો મળતો નથી. આજે અમે તમને ગુજરાતના એક એવા મંદિરના રહસ્ય વિશે જણાવીશું જેને લઈને કરોડો સનાતનીઓમાં ગજબની આસ્થા છે. એવું કહેવાય છે કે અહીં આવનારા બજરંગબલીના ભક્તો પર ક્યારેય શનિદેવની છાયા પડતી નથી.
ખાસમખાસ છે ગુજરાતનું સાળંગપુર ધામ
ગુજરાતનું આ એક એવું મંદિર છે જ્યાં પૂજા અર્ચના કરવાની વિધિ ભારતના અન્ય મંદિરો કરતા ઘણી અલગ છે. ગુજરાતમાં આમ તો અનેક દેવી દેવતાઓના પ્રાચીન મંદિર છે. પરંતુ તેમાં ખાસ છે સાળંગપુર ધામ. જ્યાં દરેકના કષ્ટ દૂર કરનારા કષ્ટભંજન હનુમાન બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે રામભક્ત હનુમાન કળિયુગમાં પણ આ ધરતી પર હાજરાહજૂર છે. તેમને દેવો પાસેથી આ માટે આશીર્વાદ મળેલા છે. ગુજરાતના બોટાદમાં આવેલું આ સાળંગપુર ધામ દાયકાઓથી કરોડો લોકોની આસ્થાનું મોટું કેન્દ્ર છે. આમ તો સાળંગપુરમાં અનેક મંદિર છે પરંતુ બધામાં ખાસ છે આ રામભક્ત હનુમાનનું મંદિર. 170 વર્ષ જૂનાઆ મંદિરની સ્થાપના ભગવાન શ્રી સ્વામી નારાયણના અનુયાયી પરમ પૂજનીય ગોપાલાનંદ સ્વામીજીએ કરી હતી.
મંદિરના નિર્માણની શૈલી
આ વિસ્તારનો ઉલ્લેખ ઈતિહાસના પાનામાં સોનેરી અક્ષરોમાં નોંધાયેલો છે. એવું માનવામાં આવે છે કે સ્વયં સ્વામી નારાયણ મહારાજે પોતાના જીવનનો એક મોટો હિસ્સો આ મંદિરમાં વિતાવ્યો હતો. જેમની સ્મૃતિઓ અહીં રોમ રોમમાં સ્થિત છે. મંદિર પરિસરમાં પ્રવેશની સાથે જ અલૌકિક અનુભૂતિ થાય છે. એવું કહેવાય છેકે આ મંદિરમાંથી કોઈ પણ ભક્ત ખાલી હાથે પાછા ફરતા નથી. આ મંદિરની કૃપા જેટલી અદભૂત છે એટલી જ રહસ્યમયી છે આ મંદિર સાથે જોડાયેલી પ્રથા અને કથા. કષ્ટભંજન હનુમાન મંદિરમાં દરેકને આસ્થાના અનોખા સંગમનો અહેસાસ તો થાય જ છે પરંતુ સાથે સાથે મંદિરની ખાસ શૈલી અને વાસ્તુકળા પણ પણ શ્રદ્ધાળુઓને આકર્ષે છે.
સાળંગપુર હનુમાન મંદિરની અંદર જ્યાં આસ્થથાનો સંગમ વહે છે. વિશ્વાસની અનોખી ધારાની અનુભૂતિ થાય છે. મંદિરની બહારનો નજારો પણ એટલો જ મનમોહક છે. ભગવો ઝંડો લહેરાતો હોવાની સાથે મંદિરની છટા શ્રદ્ધાળુઓની આંખો માટે કોઈ શુકૂનથી કમ જરાય નથી.
બજરંગ બલીના ચરણો પાસે શનિની પ્રતિમા
આ સાથે જ કષ્ટભંજન હનુમાનનું સ્વરૂપ પણ જોવાલાયક છે. શાનદાર વેષભૂષા, ખુબ જ આકર્ષક શણગાર અને મહારાજવાળો રૂતબો. કરોડો શ્રદ્ધાળુઓના કષ્ટને હરવા માટે જાણે સાક્ષાત બજરંગબલી આ મંદિરમાં બિરાજમાન થયા હોય એવું લાગે. રામભક્ત હનુમાનની પાસે જ તેમની વાનરસેનાને પણ જગ્યા આપવામાં આવી છે.
સૌથી ખાસ છે બજરંગબલીના ચરણો પાસે શનિદેવની આ પ્રતિમા. જે ખુદ ત્યાં સ્ત્રી રૂપમાં હાજર છે. એવું કહેવાય છે કે હનુમાનજીના આક્રોશથી બચવા માટે જ શનિ ભગવાને સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું. આ મંદિર અંગે ભક્તોમાં ગજબની આસ્થા છે. હનુમાનજીના આ મંદિરમાં શનિદેવ પણ હાજર છે. કદાચ એટલે જ કાળા જાદુ, નકારાત્મક ઉર્જા અને ખરાબ આત્માઓથી મુક્તિ મેળવવા માટે લોકો અહીં આવે છે.
આવી શક્તિઓ અને પ્રેત આત્માઓથી બચવા માટે આ મંદિરમાં ખાસ પૂજા થાય છે. આ વિધિનો ભાગ બનવા માટે દરેક શ્રદ્ધાળુએ મંદિર પરિસરમાં બનેલા નારાયણ કૂંડમાં સ્નાન કરવું પડે છે. એવું માનવામાં આવે છે કે આ કૂંડમાં સ્નાન કરવાથી દરેક કષ્ટમાંથી છૂટકારો મળે છે. એટલું જ નહીં કૂંડની ઉપરથી પસાર થતા પક્ષીઓને પણ તેનો લાભ મળે છે.
બજરંગબલીથી બચવા માટે સ્ત્રીનું રૂપ
હનુમાનજી પ્રત્યે નિષ્ઠા, રામભક્ત હનુમાનની વિશેષ કૃપા અને સાથે ભગવાન શનિદેવની હાજરીથી કષ્ટભંજન હનુમાન મંદિરનો મહિમા અદભૂત છે. સાળંગપુરના કષ્ટભંજન હનુમાન મંદિરમાં શનિદેવ પણ બિરાજમાન છે. સૌથી રોચક વાત એ છે કે અહીં શનિદેવ માત્ર રામભક્ત હનુમાનના ચરણોમાં બિરાજમાન છે એટલું નહીં પરંતુ સ્ત્રી રૂપમાં શનિદેવની સ્થાપના કરાઈ છે. તેની પાછળ એક કિસ્સો ખુબ પ્રસિદ્ધ છે.
એવું કહેવાય છે કે હનુમાનજીના આક્રોશથી બચવા માટે શનિદવે સ્ત્રીનો વેશ ધારણ કર્યો હતો અને આજ સુધી શનિદેવ સ્ત્રી સ્વરૂપે જ હનુમાનજીના ચરણોમાં બિરાજમાન છે. પૌરાણિક કથાઓ મુજબ આવું બે વાર બન્યું. જ્યારે શનિદેવનો સામનો રામભક્ત હનુમાન જોડે થયો. એકવાર હનુમાને શનિદેવનો ઘમંડ તોડ્યો તો બીજીવાર શનિદેવે હનુમાનથી બચવા માટે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું.
ભગવાન શનિદેવ..જેમને સાક્ષાત રૂદ્રનો અવતાર માનવામાં આવે છે. જેમને જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાયના દેવતા ગણવામાં આવે છે. તે શનિદેવ જેમને દરજ્જો તો દેવતાનો પ્રાપ્ત છે પરંતુ તેમના ક્રોધથી દરેક ડરે છે. એવું કહેવાય છે કે જો એકવાર કોઈના પર શનિદેવની સાડા સાતી હાવી થઈ જાય તો ખુબ પૂજા પાઠ બાદ પણ તેમના પ્રકોપથી છૂટકારો મળી શકતો નથી.
કેવી રીતે તૂટ્યો શનિદેવનો ઘમંડ?
એવું માનવામાં આવે છે કે કળિયુગમાં શનિદેવના પ્રકોપથી છૂટકારો મેળવવો ખુબ મુશ્કેલ છે. એટલું જ નહીં એવું પણ માનવામાં આવે છે કે શનિદેવને ખુશ કરવા ખુબ જ મુશ્કેલ છે. પરંતુ ગુજરાતના સાળંગપુર મંદિરમાં દર્શન માત્રથી શનિદેવ પોતાના ભક્તો પર કૃપા કરે છે. પૌરાણિક કથાઓ મુજબ રામભક્ત હનુમાને જ શનિદેવનું ઘમંડ તોડ્યું હતું. કદાચ આ જ કારણ છે કે આ મંદિરમાં શનિદેવ પવનપુત્ર હનુમાનના ચરણોમાં બિરાજમાન છે.
સાળંગપુર હનુમાન મંદિરમાં પૂજા અર્ચનાથી શ્રદ્ધાળુઓને તરત લાભ મળે છે. જે શ્રદ્ધાળુઓ પર શનિદેવ ક્રોધિત થાય છે તેમણે અનેક કષ્ટોનો સામનો કરવો પડે છે. રોગ, પીડા, આર્થિક તંગી જેવી સમસ્યાઓથી પરેશાન ભક્તો સાળંગપુર હનુમાન મંદિર આવે છે. આ મંદિરમાં રામ ભક્ત હનુમાનના દર્શન માત્રથી તેમને શનિદેવની સાડાસાતીથી મુક્તિ મળી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે એકવાર પોતાના સાડા સાતીનો પ્રકોપ તેમે પવનપુત્ર હનુમાનને પણ દેખાડવાની કોશિશ કરી. અહંકારમાં ચૂર શનિદેવ બજરંગબલીને જઈને ટકરાયા. ત્યારબાદ શનિદેવે રામભક્ત હનુમાનના અનોખા અવતારનો સામનો કરવો પડ્યો.
કરવી પડી ક્ષમા યાચના
શનિદેવને લાગ્યું કે રામભક્ત હનુમાન તેમની તાકાત સામે ઝૂકી ગયા. પરંતુ ત્યારે જ પવનપુત્ર હનુમાને પોતાની લીલા દેખાડી અને પોતાની પૂંછડીની લંબાઈ વધારી અને પાસે પડેલી ચટ્ટાનોને ઉઠાવીને પોતાના માથા પર મૂકી દીધી. એવું કહેવાય છે કે ત્યારબાદથી શનિદેવ રામભક્ત હનુમાનના ચરણોમાં જઈને બિરાજમાન થઈ ગયા. શનિદેવના ઘમંડને બજરંગબલીએ કેવી રીતે તોડ્યો તેના વિશે એક માન્યતા છે.
પ્રાચીન માન્યતાઓ મુજબ એક સમય શનિદેવનો પ્રકોપ ખુબ વધી ગયો હતો. શનિના કોપથી લોકો ભયંકર કષ્ટોનો સામનો કરી રહ્યા હતા. આવામાં લોકોએ હનુમાનજીને પ્રાર્થના કરી કે શનિદેવના કોપને શાંત કરે. શ્રદ્ધાળુઓની પ્રાર્થના સાંભળીને હનુમાન શનિ પર ગુસ્સે ભરાયા. જ્યારે શનિદેવને આ વાતની જાણ થઈ તો શનિદેવે સ્ત્રી રૂપ ધારણ કર્યું. શનિદેવ જાણતા હતા કે હનુમાનજી બાલબ્રહ્મચારી છે અને સ્ત્રીઓ પર હાથ ઉઠાવતા નથી. હનુમાનજી શનિદેવની સામે પહોંચ્યા. શનિ સ્ત્રીના રૂપમાં હતા. ત્યારે શનિદેવે હનુમાનજીના ચરણોમાં પડીને ક્ષમા યાચના કરી.
ત્યારથી સાળંગપુર હનુમાન મંદિરમાં શનિદેવ સ્ત્રી વેશમાં જ પવનપુત્રના ચરણોમાં બિરાજમાન છે. કદાચ આ જ કારણ છે કે આ મંદિરમાં આવીને રામભક્ત હનુમાનની આરાધના કરનારા ભક્તો પર શનિની સાડાસાતીની કોઈ અસર થતી નથી. હવે તમને ખબર પડી હશે કે કેવી રીતે અને કયા કારણોસર સાળંગપર હનુમાન મંદિર અંગે શ્રદ્ધાળુઓમાં અતૂટ શ્રદ્ધા છે. મંદિરમાં સાજ શણગાર અને અહીં થનારી શ્રૃંગાર પૂજાનું પણ ખાસ મહત્વ છે. ભારતના અલગ અલગ ભાગોમાંથી ભક્તો આખુ વર્ષ અહીં પૂજા અર્ચના માટે પહોંચે છે.
સાળંગપુર મંદિર અંગે શ્રદ્ધાળુઓની આસ્થા અટલ છે. સાળંગપુર મંદિરના મહિમાને લઈને ભક્તોમાં ગજબનો વિશ્વાસ છે. એટલે વર્ષોથી આ મંદિરમાં ભક્તોનો જમાવડો રહે છે. રોજ સવારે 5.30 વાગે રામભક્ત હનુમાનની ભવ્ય આરતી થાય છે. સાળંગપુર હનુમાન મંદિરમાં પવનપુત્રની શ્રૃંગાર પૂજા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે.
શ્રદ્ધાળુઓની લાંબી લાઈન
માત્ર ગુજરાતથી જ નહીં પરંતુ આ મંદિરમાં દૂર દૂરથી ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે. એવું કહેવાય છે કે કોઈ પણ રામભક્ત હનુમાનના દરેથી ખાલી હાથે પાછા ફરતા નથી. આ મંદિર વિશે જે માન્યતા તે પોતાનામાં જ અદભૂત છે. સાળંગપુર હનુમાન મંદિરમાં આવનારા ભક્તો પોતાના ઈષ્ટદેવના એક દર્શન મેળવવા માટે ઉત્સુક રહે છે.
આખુ વર્ષ મંદિરમાં શ્રદ્ધાળુઓની લાંબી લાઈન લાગે છે. લોકો કલાકો સુધી દર્શન માટે રાહ જોવે છે. હવે તેને પવનપુત્ર હનુમાનનો મહિમા કહો કે ફછી રામ ભક્તને લઈને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા...170 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના થઈ. ભક્તો માને છે કે આજે પણ હનુમાન અને શનિદેવ પોતાના ભક્તોના દરેક કષ્ટ દૂર કરે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)