અમદાવાદ: સ્વરૂપવાન યુવતી જોઇ પેડલ રિક્ષા ચાલક ભુલ્યો ભાન, પછી જે થયું તે ચોકાવનારૂ

નિરમા યુનિવર્સિટી આગળ સ્વરૂપવાન યુવતીને જોઇને વિકૃત પેડલ રિક્ષા ચાલકે વિકૃત હરકતો ચાલુ કરી

Updated By: Mar 29, 2018, 01:41 PM IST
અમદાવાદ: સ્વરૂપવાન યુવતી જોઇ પેડલ રિક્ષા ચાલક ભુલ્યો ભાન, પછી જે થયું તે ચોકાવનારૂ

અમદાવાદ: મહિલાઓ દેશનાં સૌથી સુરક્ષીત રાજ્યો પૈકીનાં એક ગુજરાતમાં જ યુવતીઓ ધીરે ધીરે અસુરક્ષીત બની રહી છે. ગુજરાતનાં કોઇ પણ ગામ કે શહેરમાં યુવતી ગમે ત્યારે એકલી આવર જવર કરી શકે તેવી એક લોકવાયકા હતી. જો કે હવે ગમે તે કારણોસર આ લોકવાયકા ખોટી ઠરી રહી છે. દિવસે દિવસે યુવતીની છેડતીથી માંડીને દુષ્કર્મનાં કિસ્સાઓમાં આશ્ચર્યજનક રીતે વધારો થઇ રહ્યો છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો નિરમા યુનિવર્સિટી આગળ બન્યો હતો.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતી અને નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પોતાનાં કુતરા સાથે વોક પર નિકળી હતી. ત્યારે એક પેડલ રિક્ષા ચાલક તેની સામે ગંદી હરકતો કરવા લાગ્યો હતો. જો કે યુવતીએ તેને નજર અંદાજ કર્યો હતો. જો કે યુવતીએ તેને નજર અંદાજ કર્યો તે તેની ભુલ હતી. યુવતીએ પ્રતિકાર નહી કરતા તેની હિમ્મત ખુલી હતી અને પેડલ ચાલકે તેનો પીછો કરવાનું ચાલુ કર્યું હતું.

પેડલ રિક્ષા ચાલક તેનો પીછો કરતા કરતા યુવતીનાં ઘર સુધી પહોંચી ગયો હતો. ઉપરાંત તેણે યુવતીની વધારે નજીક જઇને વધારે ગંદી હરકતો કરવાનું ચાલુ કર્યું હતું. એક તબક્કે તો તેણે પોતાનું પેંટ જ ઉતારી દીધું હતું. જેથી ડઘાઇ ગયેલી યુવતીએ પોતાનાં ભાઇને બોલાવ્યો હતો. યુવતીનાં ભાઇએ ટપોરી પેડલ રિક્ષા ચાલકને પકડીને મેથીપાક ચખાડ્યા બાદ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે દિલીપ અમરતભાઇ દંતાણી (ઉં.વ 22)ની ધરપકડ કરી છે.