ભુજ : સ્ટેશનરીનો સ્ટોર ચલાવતા પિતાનો દીકરો બન્યો CAનો ટોપર

હાલમાં  ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ની ઈન્ટરમિડિયેટ પરીક્ષાનું પરિણામ આવ્યું છે.

ભુજ : સ્ટેશનરીનો સ્ટોર ચલાવતા પિતાનો દીકરો બન્યો CAનો ટોપર

અમદાવાદ : હાલમાં  ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ની ઈન્ટરમિડિયેટ પરીક્ષાનું પરિણામ આવ્યું છે. આ પરિણામમાં મૂળ ભૂજના પરંતુ અમદાવાદમાં અભ્યાસ કરતા જય ધરમેન્દ્રભાઈ શેઠ નામના યુવાને 75.71 ટકા માર્ક્સ મેળવી આખા દેશમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. પરીક્ષામાં તેના પછી બીજા નંબરે કલકત્તાના સુસરલા અરવિંદ જયરામને 75.14 ટકા માર્ક્સ આવ્યા છે.

પરિવારની મહેનત
રસપ્રદ વાત તો એ છે કે સીએની પરીક્ષામાં ટોપર સાબિત થનાર જયના પરિવારનો કોઈ સભ્ય 10 ધોરણથી વધારે નથી ભણ્યો. તેના પિતા ભૂજમાં સ્ટેશનરીની દુકાન ચલાવે છે જ્યારે તે અમદાવાદમાં રહીને સીએનો અભ્યાસ કરતો હતો. જયને 10મા ધોરણમાં મારે 79 ટકા આવ્યા હતા અને 12મા ધોરણમાં 82 ટકા આવ્યા હતા. તેની ઉજ્જ્વળ કરિયર માટે તેના પરિવાર તેને વધુ ભણવા માટે અમદાવાદ મોકલ્યો અને આગળ વધવાની મહેનત આપી.

ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી
જય ભૂજની ગુજરાતી મિડિયમ સ્કૂલ વીડી હાઈસ્કૂલમાં ભણ્યો છે. તેના માતા મિનાક્ષી બેન સાત ધોરણ પાસ છે જ્યારે પિતા 10 ધોરણ સુધી ભણેલા છે. જયના કાકા પણ સ્ટેશનરી સ્ટોરમાં જ કામ કરે છે પણ આમ છતાં પરિવારને તેને પુરતો સપોર્ટ કર્યો. જય પોતે ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી હોવા છતાં શિક્ષકોની મદદથી આ કસોટીમાં પાર પડ્યો છે. 

રવિવારે જાહેર થયેલા રિઝલ્ટમાં ટોપ 50માં અમદાવાદના 8 વિદ્યાર્થીઓ છે. ICAIએ જણાવ્યા મુજબ 26.72 ટકા વિદ્યાર્થીઓએ ગૃપ 1માં પરીક્ષા 13.92 ટકા સાથે અને ગૃપ 2માં 20.38 ટકાના પાસ રેટ સાથે પાસ કરી હતી. અમદાવાદમાં 1422 વિદ્યાર્થીઓએ સી.એની પરીક્ષા આપી હતી અને તેમાંથી 223 ગૃપ 1ની પરીક્ષામાં પાસ થયા હતા. ગૃપ 2માં 1606 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 477 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news