બ્રેકિંગ ન્યૂઝ : બનાસકાંઠા બોર્ડરથી ગુજરાતમાં ઘૂસવાનો પ્રયાસ કરતો પાકિસ્તાની ઠાર મરાયો
Gujarat Borders : બનાસકાંઠામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઠાર... BSFએ પાકિસ્તાનીને ભારતીય સરહદમાં પ્રવેશતા જોયો તો ચેતવણી આપી, ના માન્યો તો ગોળીઓથી વીંધી નાંખ્યો... તો કચ્છમાં પણ શંકાસ્પદ વ્યક્તિ પકડાયો
Trending Photos
Gandhinagar News : બનાસકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ઠાર મરાયો છે. આ પાકિસ્તાની ઘૂસણખોર ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 23 મે રાત્રે બીએસએફએની ચેતવણી છતાં આ પાકિસ્તાની ભારતીય સીમામાં ઘૂસી રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના બનાસકાંઠા બોર્ડર પર બીએસએફે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો. બીએસએફના સતર્ક જવાનોએ 23 મે 2025ની રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને સફળતાપૂર્વક ઠાર માર્યો.
બીએસએફના જવાનોએ આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી ભારતીય વિસ્તારમાં પ્રવેશતા એક શંકાસ્પદ વ્યક્તિને જોયો. જવાનોએ તેને ચેતવણી આપી, પરંતુ તે સતત આગળ વધતો રહ્યો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીએસએફના જવાનોએ ગોળીબાર કર્યો, જેમાં ઘૂસણખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો.
કચ્છથી જાસૂસ પકડાયો
ગુજરાત ATS મળી મોટી સફળતા મળી છે. કચ્છના વિસ્તારમાં એક શંકાસ્પદ પાકિસ્તાની વ્યક્તિ ઝડપાયો છે. કચ્છ પકડાયેલ શંકાસ્પદ વ્યક્તિ અમદાવાદ લાવવામાં આવ્યો છે. આ વ્યક્તિની પાકિસ્તાન સાથે કોઈ સંપર્ક હતો કે નહીં તેની તપાસ કરવામાં આવશે. કચ્છના સંવેદનશીલ વિસ્તારમાં ફોટો પાકિસ્તાન મોકલ્યા હોવાની પ્રાથમિક માહિતી મળઈ છએ. અદિતી ભારદ્વાજ નામની મહિલા પાસેથી પાકિસ્તાનની એજન્ટે ફોટો માંગ્યા હતા. સહદેવ ગોહિલ નામનો આ શખ્સ કોન્ટ્રાક્ટનો કર્મચારી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે