અમદાવાદઃ બીડી કંપનીના માલિકે લમણે ગોળી મારી કરી આત્મહત્યા

જસવંત છાપ સ્પેશિયલ બીડીના માલિક જિતેંદ્ર પટેલે લમણે ગોળી મારી આત્મહત્યા કરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. અમદાવાદ શહેરના એસ.જી. હાઇવે પર આવેલી કર્ણાવતી ક્લબની પાછળ સ્પિંગ વેલીના બંગલાના બંગલા નંબર 15માં જસવંત છાપ સ્પેશિયલ બીડીના જાણીતા વેપારી જિતેંદ્ર પટેલે આત્મહત્યા કરી લીધી હતી. 

અમદાવાદઃ બીડી કંપનીના માલિકે લમણે ગોળી મારી કરી આત્મહત્યા

અમદાવાદ: જસવંત છાપ સ્પેશિયલ બીડીના માલિક જિતેંદ્ર પટેલે લમણે ગોળી મારી આત્મહત્યા કરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. અમદાવાદ શહેરના એસ.જી. હાઇવે પર આવેલી કર્ણાવતી ક્લબની પાછળ સ્પિંગ વેલીના બંગલાના બંગલા નંબર 15માં જસવંત છાપ સ્પેશિયલ બીડીના જાણીતા વેપારી જિતેંદ્ર પટેલે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આત્મહત્યાના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

જિતેંદ્ર પટેલની ઉંમર ઉંમર 55 થી 56 વર્ષની હતી. પોલીસનું પ્રાથમિક તપાસમાં માનવું છે કે જીતેન્દ્ર પટેલ ઘણા સમયથી ડિપ્રેશનમાં હોવાથી આત્મહત્યા કરી છે. ફાયરિંગનો અવાજ સાંભળી લોકો એકઠા થઇ ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનાની વધુ વિગત પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news