સુરતમાં CA ની 20 વર્ષીય વિદ્યાર્થીની બે દિવસથી ગુમ, ફોન ફોર્મેટ, ખંડણી માટે ફોન, યુવક સાથે જતી જોવા મળી

શહેરના વરાછા વિસ્તારની એક સોસાયટીમાં એક વિદ્યાર્થીની ઘરેથી બુક લેવા માટે જઇ રહી હોવાનું કહીને ગુમ થઇ જતા ભારે ચકચાર મચી છે. વિદ્યાર્થીનીના રત્નકલાકાર પિતાને ફોન કરીને જો તમારી દીકરી હેમખેમ પરત જોઇતી હોય તો રૂપિયા 10 લાખની ખંડણી માંગી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરતા વિદ્યાર્થીની છોકરા સાથે મોપેડ પર જતી સીસીટીવીમાં જોઇ શકાય છે. વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યું હતું કે, ખંડણી માંગતા અપહરણ થયું હોવાની શક્યતા છે. જ્યારે દીકરીની તસવીરો જોયા બાદ છોકરો પણ સાથે હોવાનું લાગી રહ્યું છે. 

સુરતમાં CA ની 20 વર્ષીય વિદ્યાર્થીની બે દિવસથી ગુમ, ફોન ફોર્મેટ, ખંડણી માટે ફોન, યુવક સાથે જતી જોવા મળી

સુરત : શહેરના વરાછા વિસ્તારની એક સોસાયટીમાં એક વિદ્યાર્થીની ઘરેથી બુક લેવા માટે જઇ રહી હોવાનું કહીને ગુમ થઇ જતા ભારે ચકચાર મચી છે. વિદ્યાર્થીનીના રત્નકલાકાર પિતાને ફોન કરીને જો તમારી દીકરી હેમખેમ પરત જોઇતી હોય તો રૂપિયા 10 લાખની ખંડણી માંગી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરતા વિદ્યાર્થીની છોકરા સાથે મોપેડ પર જતી સીસીટીવીમાં જોઇ શકાય છે. વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યું હતું કે, ખંડણી માંગતા અપહરણ થયું હોવાની શક્યતા છે. જ્યારે દીકરીની તસવીરો જોયા બાદ છોકરો પણ સાથે હોવાનું લાગી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

પોલીસના જણાવ્યા અનુસાર હીરા ઘસવાની મજુરી કામ કરતા કિરીટભાઇની 20 વર્ષીય પુત્રી હીરાબાગ પાસે આવેલા ક્લાસીસમાં સીએનો અભ્યાસ કરી રહી છે. દીકરી ગત બુધવારે સાંજે ઘરેથી સીએની બુક લેવા જવાના બહાને નીકળ્યા બાદ ગુમ છે. બીજી બાજુ પરિવારજનોની શોધખોળ વચ્ચે એક અજાણ્યા ઇસમનો ફોન પર દીકરી જોઇતી હોય તો રૂપિયા 10 લાખ આપી જાઓ નહી તો દીકરી સલામત નહી રહે તેવું કહેતા પરિવાર આશ્ચર્યમાં મુકાયો હતો. ખંડણી માંગનારા વ્યક્તિએ અલગ અલગ નંબરો પરથી 3 વાર ફોન કર્યો હતો. 

પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીની બુક લેવા ગઇ તેનો ફોન ઘરેજ મુકીને ગઇ હતી. જેથી તેના પિતાએ ફોન ચેક કરતા ફોન ફોર્મેટ થયેલો હતો. ફોનમાંથી કોઇ જ રેકોર્ડ મળ્યા નથી. જેથી તે કોના સંપર્કમાં હતી અને કોની સાથે છેલ્લે વાત થઇ તે અંગે હવે સીડીઆર ડિટેઇલના આધારે જ માહિતી મળશે. આ ઉપરાંત યુવતીના ગયાના 45 મિનિટમાં અપહરણકર્તાનો ફોન આવ્યો હતો. આ બાબતે પોલીસને શંકા છે. હાલ તો પોલીસ યુવતી અને યુવક સાથે ભાગી ગયાના હોવાની એંગલ પર તપાસ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news