)
Paresh Dhanani: ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન પરેશ ધાનાણીએ રાજ્યના તમામ રાજકીય પક્ષોના જનપ્રતિનિધિઓને ખેડૂતોની વ્હારે આવવા માટે ભાવુક અને સચોટ આહવાન કર્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હવે સમય પાક્યો છે કે ભાજપ, કોંગ્રેસ, અને 'આપ' સહિત તમામ પક્ષોના પ્રતિનિધિઓ રાજકીય ભેદભાવ ભૂલીને ખેડૂતોના દેવા માફીની માંગણી માટે એકજૂથ થાય અને પોતાની જવાબદારી નિભાવે.
કમોસમી માવઠાના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન અને તેમની કપરી સ્થિતિને ધ્યાનમાં રાખીને, ધાનાણીએ 'એક્સ' (X) પ્લેટફોર્મ પર એક કાવ્યાત્મક પોસ્ટ દ્વારા આ જોરદાર અપીલ કરી છે. તેમણે 'જન-પ્રતિનિધિ, જવાબદારી ઉઠાવો' શીર્ષક હેઠળ લખ્યું છે કે, તમામ જનપ્રતિનિધિઓએ ખેડૂતોના બધાય દેવા માફ કરાવવા અને પાક નુકસાનીનું સંપૂર્ણ વળતર ચુકવવા માટે સક્રિય થવું જોઈએ.
"'જન-પ્રતીનિધી, જવાબદારી ઉઠાવો"'
જન-પ્રતીનિધિને જવાબદાર બનાવો,
હવે ખેડૂતોના બધાય દેવા માફ કરાવો,સૌના રાજકીય આંચળા ધરે જ ઉતરાવો,
પાક નુકસાનીનુ સંપૂર્ણ વળતર ચુકવાવો,બધાય સરપંચોનો દરવાજો ખખડાવો,
ગામે-ગામ જાહેરમાં ગ્રામસભા બોલાવો,ગામે-ગામની પંચાયતોમા ઠરાવ કરાવો,
નુકસાની અને… pic.twitter.com/kpAg9q5BDm— Paresh Dhanani (@paresh_dhanani) November 4, 2025
એક્સ પ્લેટફોર્મ ની શબ્દશ પોસ્ટ
"'જન-પ્રતીનિધી, જવાબદારી ઉઠાવો"'
જન-પ્રતીનિધિને જવાબદાર બનાવો,
હવે ખેડૂતોના બધાય દેવા માફ કરાવો,
સૌના રાજકીય આંચળા ધરે જ ઉતરાવો,
પાક નુકસાનીનુ સંપૂર્ણ વળતર ચુકવાવો,
બધાય સરપંચોનો દરવાજો ખખડાવો,
ગામે-ગામ જાહેરમાં ગ્રામસભા બોલાવો,
ગામે-ગામની પંચાયતોમા ઠરાવ કરાવો,
નુકસાની અને ખેડૂત દેવાની નોંધ ટપકાવો,
તાલુકા-જીલ્લા પંચાયતના સભ્યોને જગાવો,
ગ્રામસભાઓમાં દેવામાફીના નારા લગાવડાવો,
સૌ ધારાસભ્ય અને સાંસદોના ધરે ધરે જાઓ,
સંપૂર્ણ દેવામાફીના જાહેર પત્રો લખાવડાવો,
તાજી હોય કે માજી સૌના મોઢા ખોલાવો,
હોય આપ-બાપ કે કોંગ્રેસ, સૌને સાથે લાવો,
સૌ જન પ્રતીનિધિઓ, હવે જાતે સુધરી જાઓ,
જે ના સમજે ઈ બધાને શાનમાં સમજાવો.!
#ખેતી_બચાવો_સત્યાગ્રહ
#કમોસમી_માવઠાની_કમઠાણ
પાયાના સ્તર સુધી જવાબદારી ઉઠાવવાનો સંદેશ
પરેશ ધાનાણીએ આ આહવાન દ્વારા માત્ર વિધાનસભા કે સંસદના સભ્યોને જ નહીં, પરંતુ પાયાના સ્તરના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોને પણ જાગૃત થવા જણાવ્યું છે. તેમણે ગ્રામસભાઓ બોલાવીને, પંચાયતોમાં ઠરાવ કરાવીને અને દેવા-નુકસાનીની નોંધ ટપકાવીને આ પ્રશ્નને સત્તાવાર રીતે ઉઠાવવા પર ભાર મૂક્યો છે. ધારાસભ્યો અને સાંસદોના ઘરે જઈને સંપૂર્ણ દેવામાફીના જાહેર પત્રો લખાવડાવવાની વાત કરીને તેમણે લોકપ્રતિનિધિઓને સીધી જવાબદારી લેવા જણાવ્યું છે.
તેમનો સ્પષ્ટ સંદેશ છે કે, "તાજી હોય કે માજી સૌના મોઢા ખોલાવો," અને રાજકારણ બાજુ પર મૂકીને ખેડૂતો માટે એક થાઓ. સમગ્ર ગુજરાતમાં ખેતીના પ્રશ્ને ચાલી રહેલી ચિંતા વચ્ચે, પરેશ ધાનાણીનું આ આહવાન રાજકીય ક્ષેત્રે કેટલો સકારાત્મક પ્રતિસાદ લાવે છે, તે જોવું રહ્યું. આ પહેલ "ખેતી બચાવો સત્યાગ્રહ"ની દિશામાં એક મહત્ત્વનું પગલું સાબિત થઈ શકે છે.