ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 'ગબ્બર સિંહ ટેક્સ' પાછળ કેમ્બ્રિજ એનાલિટિકાનો હાથ-ભાજપ

કોંગ્રેસના કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપની સાથે કથિત સંબંધને લઈને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પરના પ્રહારોને વધુ આકરા બનાવતા ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે વિપક્ષી પાર્ટીના ગુજરાત વિધાનસભા ચૂંટણી અભિયાનમાં તેની છાપ જોવા મળી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 'ગબ્બર સિંહ ટેક્સ' પાછળ કેમ્બ્રિજ એનાલિટિકાનો હાથ-ભાજપ

નવી દિલ્હી: ફેસબુકના ડેટા ચોરી મામલે દેશના રાજકારણમાં જબરદસ્ત ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપની સાથે કથિત સંબંધને લઈને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પરના પ્રહારોને વધુ આકરા બનાવતા ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે વિપક્ષી પાર્ટીના ગુજરાત વિધાનસભા ચૂંટણી અભિયાનમાં તેની છાપ જોવા મળી હતી અને તેણે કોંગ્રેસ અધ્યક્ષને ગબ્બરસિંહ ટેક્સ શબ્દનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકારોને કહ્યું કે કેમ્બ્રિજ એનાલિટિકા કંપની તેની આક્રમક અને બનાવટી ખબરો માટે જાણીતી છે. પ્રસાદે સંકેત આપ્યા કે રાહુલના સોશિયલ મીડિયા અભિયાન અને ગુજરાતમાં કોંગ્રેસના ઝેરીલા પ્રચારમાં તેની ભૂમિકા હતી.

ઈરાકમાં 39 ભારતીયોના મોતના મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી કરવામાં આવેલી સરકારની તીખી આલોચના પર પલટવાર કરતા ભાજપે રાહુલ ગાંધી પર મૃતદેહો પર રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ આ ઈરાકમાં ભારતીયોના મોત મામલે સદનમાં નિવેદન આપવા માંગતા હતાં ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તે સમયે લોકસભાની કાર્યવાહીને ખોરવી નાખી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે ઈરાકમાં 39 ભારતીયોના મોત મુદ્દે મીડિયાનું ધ્યાન ભટકાવવા માટે વિવાદાસ્પદ કંપની સાથે કથિત સંપર્કની કહાની જોડી નાખી. રવિશંકર પ્રસાદે ભારપૂર્વક કહ્યું કે કોંગ્રેસે કેમ્બ્રિજ એનાલિટિકાની સેવાઓ લીધી હતી. તેની ફર્મ પર વિભિન્ન દેશોમાં ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ગેરકાયદેસર રીતે ફેસબુક જેવા પ્લેટફોર્મથી લોકોની વ્યક્તિગત માહિતી ચોરી કરવાનો આરોપ છે.

પ્રસાદે કહ્યું કે વિપક્ષી દળે પણ આ ફર્મની સેવાઓ લીધી હતી. આ મામલે ગત વર્ષ ઓક્ટોબર નવેમ્બરમાં મીડિયામાં પણ અહેવાલો આવ્યા હતાં અને ભાજપે આ મામલાને ઉઠાવવા બદલ કોંગ્રેસે આ અહેવાલને ફગાવ્યાં પણ નહતાં. તેમણે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી અભિયાનમાં કેમ્બ્રિજ એનાલિટિકાની ઝલક સ્પષ્ટપણે જોવા મળે છે. તેમણે દાવો કર્યો કે પાર્ટીએ પ્રદેશમાં ઝેરીલુ અને વિભાજનકારી અભિયાન ચલાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news