શું ગુજરાત પર આતંકી હુમલો કરી શકે પાકિસ્તાન? ભુજમાં સરકાર ઉપરાંત નાગરિકો પણ એલર્ટ પર

Updated By: Oct 16, 2021, 10:31 PM IST
શું ગુજરાત પર આતંકી હુમલો કરી શકે પાકિસ્તાન? ભુજમાં સરકાર ઉપરાંત નાગરિકો પણ એલર્ટ પર

* ભુજ એરપોર્ટ પર સુરક્ષા વધારે કડક કરવામાં આવી
* કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે લેવાયું પગલું

રાજેન્દ્ર ઠક્કર/ભુજ : કચ્છ એક સરહદી જિલ્લો છે ત્યારે સ્વાભાવિક રીતે સતર્કતા રાખવી ખુબ જ જરૂરી બની જાય છે. જેના કારણે ન માત્ર સીમા સુરક્ષા દળ પરંતુ સ્થાનિક પોલીસ પણ ખુબ જ એલર્ટ મોડ પર રહેતી હોય છે. ત્યારે કચ્છની દરિયાઈ સીમા હોય, બોર્ડર હોય કે પછી એરપોર્ટ હોય સુરક્ષા એજન્સીઓ હંમેશા એલર્ટ જ રહેતી હોય છે. ઉપરાંત હાલમાં જ્યારે કચ્છની દરિયાઇ જળસીમા તથા પોર્ટ ઉપરથી કેફી દ્રવ્યો મળી આવવા તથા બોર્ડર પરથી ઘુસણખોરીના બનાવો બનતા હોય છે, ત્યારે ભુજના એરપોર્ટ પર છેલ્લાં થોડાક સમયથી સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે.

security અને cheking mechanismને પણ વધારવામાં આવ્યું. ભુજ એરપોર્ટ ખાતે આમ તો ફલાઇટની સતત અવરજવર નથી રહેતી પરંતુ કચ્છ સરહદી વિસ્તાર હોતા સુરક્ષાના ભાગરૂપે અહીં તપાસ એજન્સીઓ સતર્ક રહેતી હોય છે અને પેટ્રોલિંગ પણ કરતી હોય છે. ઉપરાંત અવારનવાર બનતા ગુનાખોરીના બનાવોથી સુરક્ષા વધુ કડક કરવાના પગલાં પણ લેવામાં આવતા હોય છે. તેના જ ભાગરૂપે ભુજના એરપોર્ટ પર સતર્કતા દાખવીને સિક્યુરિટી વધુ કડક કરવામાં આવી છે.

દેશમાં બનતા બનાવોને લીધે લેવાયા પગલાં
ભુજનું એરપોર્ટ એ એક સેન્સેટિવ એરપોર્ટ છે અને એરપોર્ટ પર આવતા મુલાકાતીઓ અને પેસેન્જર માટેની તપાસ મુખ્ય ગેટથી લઈને બોર્ડિંગ પોઇન્ટ સુધી જુદી જુદી રીતે કરવામાં આવે છે. ઉપરાંત હાલમાં પૂરા દેશમાં બનતા બનાવોને લીધે threat level પણ વધ્યું છે જેને ધ્યાનમાં રાખીને security mechanism ને પણ વધારવામાં આવ્યું છે અને cheking mechanism ને પણ વધારવામાં આવ્યું છે. એરપોર્ટની Security માટે જુદી જુદી એજન્સીઓ સામીલ હોય છે જેમકે લોકલ પોલીસ, IB, એરફોર્સ, CISA સિક્યુરિટી. આ તમામ એજન્સીઓ એરપોર્ટ અને દેશની સુરક્ષા માટે મહત્વનો ભાગ ભજવે છે.ઉપરાંત એરપોર્ટ નો સ્ટાફ અને નાગરિકો પણ આ ચેકીંગ અને સિક્યુરિટીને લગતી તમામ પ્રક્રિયા માટે સારો સહકાર આપે છે તેવું ભુજ એરપોર્ટના ચીફ સિક્યુરિટી ઓફિસરે જણાવ્યું હતું. 

એરપોર્ટ સ્ટાફ અને સિક્યુરિટી દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે છે : ચીફ સિક્યુરિટી ઓફિસર
ઉપરાંત એરપોર્ટ ના ડિરેક્ટર, સિક્યુરિટી સ્ટાફ અને જુદી જુદી એજન્સીઓ વચ્ચે પણ અવારનવાર થતાં સૂચનાના આદાન પ્રદાનને પણ વધારવામાં આવ્યું છે.ઉપરાંત એરપોર્ટ પર આવતા પેસેન્જરો પણ આ ચેકીંગ અને સિક્યુરિટીની પ્રક્રિયામાં પોતાનો મહત્વનું યોગદાન આપે તે માટે તેમને સૂચનો આપવામાં આવે છે કે કંઈ કંઈ વસ્તુ સાથે લઈ જવી અને કંઈ નહીં.ઉપરાંત મુસાફરો માટે પણ એવું વાતાવરણ ઉભુ કરવામાં આવે છે કે જેથી તેમને એવો અનુભવ ના થાય કે તેઓ કેદમાં છે.અને અમારા સ્ટાફ દ્વારા પણ તકેદારી રાખવામાં આવે છે કે કોઈ ભૂલચૂક ના થાય. ભુજ એરપોર્ટ પર કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે security અને cheking mechanismને વધારવામાં આવ્યું 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube