હાઇલા ! ઉમેદવારે ડિપોઝીટમાં આપ્યું રૂ. 10ના સિક્કા ભરેલું પોટલું

આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકરો અને અધિકારીઓએ ખુલ્લા દિલથી હસીને ડિપોઝીટનો સ્વીકાર કર્યો હતો

  • સંખેડા તાલુકાના પીપરસટ ગામના રોહિત મધુસુદન મોહનલાલે બસપાના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી
  • તેમણે રૂ. 5000ની ડિપોઝીટના બદલામાં રૂ. 10ના સિક્કાનું પોટલું આપ્યું હતું
  • આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકરો અને અધિકારીઓએ ખુલ્લા દિલથી હસીને ડિપોઝીટનો સ્વીકાર કર્યો હતો

Trending Photos

હાઇલા ! ઉમેદવારે ડિપોઝીટમાં આપ્યું રૂ. 10ના સિક્કા ભરેલું પોટલું

ડભોઇ : સંખેડા તાલુકાના પીપરસટ ગામના રોહિત મધુસુદન મોહનલાલે બહુજન સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે ડભોઇ 140 વિધાનસભા માટે ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે તેઓએ ઉમેદવારીના બદલામાં ભરવામા આવતી રૂ. 5000ની ડિપોઝીટના બદલામાં રૂ. 10ના સિક્કાનું પોટલું જે સાથે લાવ્યા હતા તે પોટલાની રકમ નાયબ કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ કાર્યકરો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ ચલણી સિક્કા ડિપોઝીટના બદલામાં રજૂ કરાઇ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરાયેલી નોટ બંધીથી સામાન્ય પ્રજાજનો હેરાન પરેશાન થઇ ગયા હતા તે વાતની યાદ અપાવવા અને પક્ષના સુપ્રીમો માયાવતી બેનના આદેશ મુજબ નોટબંધીનો વિરોધ પ્રદર્શિત કરવા આ ચલણી સિક્કા ડિપોઝીટ પેટે જમા કર્યા હતા. 

આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકરો અને અધિકારીઓએ ખુલ્લા દિલથી હસીને ડિપોઝીટનો સ્વીકાર કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news