જામકંડોરણા : લગ્ન પ્રસંગે જઈ રહેલ પાટીદાર પરિવારની કાર રામપરની નદીમાં તણાઈ, 4નો કોઈ અત્તોપત્તો નથી

રાજકોટ (Rajkot) જિલ્લાના જામકંડોરણા વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે રામપરની નદીના ધસમસતા વહેણમાં કાર તણાઈ ગઈ હતી. આ કારમાં એક જ પરિવારના બે થી ચાર જેટલા સદસ્યો વહેતા વહેણમાં તણાઈ ગયા હતા. જેમાંથી એક શખ્સનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. આ પરિવાર લગ્ન પરિવારમાં જવા નીકળ્યો હતો, પણ ભારે વરસાદને કારણે તણાયો હતો. તણાયામાં પાટીદાર (Patidar) પરિવારોની મહિલાઓ હોવાનું જાણવા મળ્યુ છે. આ ઘટનાને પગલે કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા (Jayesh Radadiya) તથા મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાને પગલે રેસ્ક્યૂ (Rescue) કામગીરી ઝડપી કરાઈ હતી.

Updated By: Sep 29, 2019, 11:19 AM IST
જામકંડોરણા : લગ્ન પ્રસંગે જઈ રહેલ પાટીદાર પરિવારની કાર રામપરની નદીમાં તણાઈ, 4નો કોઈ અત્તોપત્તો નથી

દિનેશચંદ્ર વાડિયા/રાજકોટ :રાજકોટ (Rajkot) જિલ્લાના જામકંડોરણા વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે રામપરની નદીના ધસમસતા વહેણમાં કાર તણાઈ ગઈ હતી. આ કારમાં એક જ પરિવારના બે થી ચાર જેટલા સદસ્યો વહેતા વહેણમાં તણાઈ ગયા હતા. જેમાંથી એક શખ્સનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. આ પરિવાર લગ્ન પરિવારમાં જવા નીકળ્યો હતો, પણ ભારે વરસાદને કારણે તણાયો હતો. તણાયામાં પાટીદાર (Patidar) પરિવારોની મહિલાઓ હોવાનું જાણવા મળ્યુ છે. આ ઘટનાને પગલે કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા (Jayesh Radadiya) તથા મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાને પગલે રેસ્ક્યૂ (Rescue) કામગીરી ઝડપી કરાઈ હતી.

નવલી નવરાત્રિનો આજથી પ્રારંભ : ગુજરાતના મંદિરોમાં શુભ મુહૂર્તો પર ઘટ સ્થાપના કરાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર, વંથલીનો પાટીદાર જશાપરમાં લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યો હતો. આ પરિવાર કારમાં જઈ રહ્યો હતો. ત્યારે રામપરની નદીના ઘસમસતા વહેણમાં તેમની કાર તણાઈ ગઈ હતી. જેમાં કારમાં સવાર તમામ લોકો તણાયા હતા. કારમાં સવાર વંથલીના ભૂપતભાઈ મારકણાને પાણીમાંથી રેસ્ક્યૂ કરાયા હતા. જેઓને 108માં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે કે, કારમાં સવાર અન્ય લોકો પાણીના વહેણમાં તણાઈ ગયા છે. આ તમામની શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તમામની રેસ્ક્યૂ કામગીરીમાં વિલંબ પડી રહ્યો છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :