• ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત

  • તલાસરી નજીક પુરપાટ ઝડપે જતી કાર અચાનક હવામાં ઉડી

  • નવા બનેલા RCC હાઈવે અને જૂના હાઈવેના જોઈન્ટ પર બમ્પ બની જતા ઘટના

  • નેશનલ હાઈવે પર પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉછળી

  • સદનસીબે કારમાં સવાર લોકોનો બચાવ

  • હવામાં ઉડતી કારનો વીડિયો થયો વાયરલ


નિલેશ જોશી/તલાસરી: ગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં કેટલીક જગ્યાએ વેઠ ઉતારવા અને બેદરકારી રાખવવા ના કારણે આ હાઈવે જોખમી સાબિત થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના તલાસરી નજીક નવા હાઇવે અને જુના હાઇવે વચ્ચે પેચ વર્ક વ્યવસ્થિત નહીં કર્યું હોવાથી બંને હાઇવે જ્યાં મળે છે ત્યાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


થોડા સમય પહેલા આ હાઇવે પરથી પસાર થતી એક કાર જાણે હવામાં ઉડતી હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. આ બાબતે તપાસ કરતાં તલાસરી નજીક અમદાવાદ થી મુંબઈ તરફના ટ્રેક પર નવા હાઇવે અને જુના હાઇવે જ્યાં મળે છે તે પોઇન્ટ પર પેચ વર્ક વ્યવસ્થિત નહીં કર્યું હોવાથી હાઇવે ના બંને છેડા ઊંચા નીચા રહે છે .પરિણામે બમ્પ જેવો આકાર બનતા આ હાઇવે પરથી પૂર ઝડપે પસાર થતા અનેક વાહનો અહીં અકસ્માતનો ભોગ બને છે. 


પુર ઝડપે અહીંથી પસાર થતા અનેક વાહનો જાણે હવામાં ઉછળતા હોય તેવા પણ દ્રશ્ય સર્જાય છે અને અનેક વખત અકસ્માતો પણ સર્જાય છે. ત્યારે સ્થાનિક લોકો અને આ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો પણ હાઇવેના ચાલી રહેલા કામમાં કોઈ જગ્યાએ ભય સૂચક બોર્ડ કે ચેતવણી દર્શાવતું બોર્ડ પણ નહીં મારેલુ હોવાથી હાઈવે પરથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકોએ આવી રીતે અકસ્માતનો ભોગ બનવું પડે છે. 


આથી સ્થાનિક લોકો પણ આ હાઇવે પર વ્યવસ્થિત કામ કરવામાં આવે અને જે જગ્યાએ અકસ્માતો થઈ રહ્યા છે ત્યાં પેચ વર્ક વ્યવસ્થિત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.