)
મહેશ પરમાર/અરવલ્લી: મોડાસા ખાતે આવેલા માઝૂમ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી માહિતી મુજબ આ અકસ્માત રાત્રી ના 9:30વાગ્યાની આજુબાજુ ના સમયમાં સર્જાયો હોવાની માહિતી સામે આવી હતી જેમાં મોડાસા ના સહયોગ બાજુથી આવતી કાર ૪૦ ફૂટ ઉપરથી માઝૂમ નદીમાં પડતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જયારે એક યુવકનો સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ પર ની છે ઘટના ને લઇ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
મોડાસા ના સહયોગ તરફ થી આ કાર આવી રહી હતી ત્યારે માઝૂમ બ્રીજમાં પડતા ચાર લોકોના મોત નીપજ્યા છે, જેમાં કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબીદ મરડીયા, દિપક મેવાડા નામના વ્યક્તિઓ ના મોત નીપજ્યા છે જેમાં આ ચાર મોડાસા માં મોશન ટ્યુશન ક્લાસીસ તેમજ ખાનગી સ્કૂલ માં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા હતા.
હાલ મોડાસા શહેર માં રહેતા હતા ત્યારે સમગ્ર મામલે મોડાસા ફાયર ની ટીમ તેમજ સ્થાનિક પોલિસ તેમજ ASP સહીત ટીમ ઘટના સ્થળે પોંહચી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે