વડોદરાના બહુચર્ચિત રક્ષિતકાંડમાં જર્મનીથી આવ્યો કારનો રિપોર્ટ, સ્પીડ અંગે થયો મોટો ખુલાસો

Vadodara Hit And Run : વડોદરા 'રક્ષિત કાંડ'માં કારની સ્પીડ 130થી વધુ... વોક્સ વેગન કંપનીએ જર્મની મોકલેલા ડેટાનો રિપોર્ટ આવ્યો, કારના ડોંગલ સાથે કનેક્ટ એપમાં થયો ખુલાસો

વડોદરાના બહુચર્ચિત રક્ષિતકાંડમાં જર્મનીથી આવ્યો કારનો રિપોર્ટ, સ્પીડ અંગે થયો મોટો ખુલાસો

Vadodara Rakshitkand : વડોદરાના રક્ષિતકાંડમાં પોલીસની તપાસ આગળ વધી છે. કારના ડેટા મેળવવા પોલીસે વોક્સ વેગન કંપનીની મદદ લીધી છે. કંપનીના પૂણેથી 3 સેફ્ટી ઓફિસર વડોદરા આવ્યા હતા. કારના ડેટા લઈ જર્મની મોકલવામાં આવ્યા છે. ડેટા રિક્ટર કરી એનાલિશસ કરવામાં આવશે. કારની અકસ્માત સમયની સ્પીડ, એર બેગ ક્યારે ખુલી, અકસ્માતનો સમય વગેરે બાબતો બહાર આવશે. 

જર્મનીથી આવ્યો કારનો રિપોર્ટ 
વડોદરાના કારેલીબાગ વિસ્તારના આમ્રપાલી કોમ્પ્લેક્સ નજીક રક્ષિત ચૌરસિયાએ પૂરપાટ ઝડપે કાર હંકારીને અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવતીનું મોત નિપજ્યું છે. આ દરમિયાન કારની સ્પીડ શું હતી, કારની બ્રેક લગાવી હતી કે નહીં અને એરબેગ ક્યારે ખૂલી, તે તમામ વિગતો કારની ચિપમાં છે. ફોક્સવેગન કંપનીના પૂણે સ્થિત પ્લાન્ટના 3 સેફ્ટી ઓફિસર વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં આવેલ ફોક્સવેગન કારના શોરૂમ ખાતે ગયા હતા અને કારનું ઇન્સ્પેક્શન કર્યું હતું અને કારનો તમામ ડેટા તેઓ લઈ ગયા છે. તેઓએ કારનો આ ડેટા જર્મની ખાતે મોકલ્યો હતો. ત્યારે હવે રક્ષિતની કારનો રિપોર્ટ જર્મનીથી આવી ગયો છે. 

Add Zee News as a Preferred Source

રક્ષિતે બ્રેક મારી જ ન હતી - રિપોર્ટમાં ખુલાસો 
આરોપી રક્ષિત ચોરસીયા જે કાર ચલાવતો હતો તે કારના ડેટા પોલીસને મળી ગયા છે. પોલીસે જર્મની મોકલેલા ડેટાનો વોક્સ વેગન કંપનીએ રિપોર્ટ મોકલી આપ્યો છે. જેમાં અકસ્માત સમયે રક્ષિતની કારની સ્પીડ 130 ની રફતાર હોવાનું સામે આવ્યું છે. રક્ષિતે બ્રેક પણ મારી ન હતી, ઓટો બ્રેકના કારણે કાર ઊભી રહી હોવાનું બહાર આવ્યું છે. 

રિપોર્ટમાં એ પણ જણાવ્યું કે, કારનું ડોંગલ રક્ષિતના મોબાઈલ સાથે કનેક્ટ હતું.  પૂણેથી આવેલા સેફ્ટી ઓફિસરો ડાયગ્નોસિક લોગ લઈ ગયા હતા. જેનો જર્મનીમાં થયેલી તપાસમાં ખુલાસો થયો છે. 

ઉલ્લેખનીય છે કે, રક્ષિત ચૌરસીયા હાલ જડબાના ઓપરેશનમાં ssg હોસ્પિટલમાં દાખલ છે. રક્ષિત ચોરસિયાને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં રક્ષિત ચોરસિયાના જડબાના ભાગે ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું. ગત અઠવાડિયે રક્ષિત સર્જરી કરાઈ હતી. અકસ્માત બાદ લોકોએ માર મારતા રક્ષિતના જડબાના ભાગે ફ્રેક્ચર થયું હતું. 

હોળીએ બની હતી રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રનની ઘટના 
હોલીકા દહનની રાત્રે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આરોપી કાર ચાલક રક્ષિત ચૌરસિયા દ્વારા કારની અડફેટે ત્રણ વાહનોને લીધા હતા. જે પૈકી એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 7 ને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ ચકચારી ઘટનામાં આરોપી હાલ જેલ હવાલે છે. દરમિયાન પોલીસ દ્વારા તેનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news