)
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના પાલડી વિસ્તારમાં શુક્રવાર, 12 સપ્ટેમ્બરે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આ ઘટનામાં સામેલ ત્રણ આરોપીઓને આબુથી તો બાકીના ચાર આરોપીઓને અમદાવાદ-ગાંધીનગરથી ઝડપી પાડ્યા છે. આરોપી ઝડપાયા બાદ આ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
અમદાવાદ પાલડી વિસ્તારમાં 12 સપ્ટેમ્બર 2025ની વહેલા પરોઢીએ સમાચાર આવ્યા કે પાલડી પોલીસ સ્ટેશનથી 117 પગલાં દૂર જ જાહેરમાં એક નૈશલ ઠાકોર ને રહેંસી નાંખવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે ઘટનામાં સામેલ કૂલ 6 આરોપીઓને પકડી લીધા છે. જેમાંથી 2 આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ તથા બાકીના આરોપીને એલસીબી અને પાલડી પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. જાહેરમાં હત્યા કર્યા બાદ આરોપીઓ અલગ અલગ જગ્યાએ ફરાર થઇ ગયા હતા જેમાં પોલીસે રાજસ્થાનમાં આબુ માંથી 3 ત્યારે ચેકિંગ દરમિયાન વકીલ સાહેબ બોપલ બ્રિજ પાસેથી 3 આરોપીને પકડીને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં હત્યા કરવા પાછળનું કારણ ચોંકાવનારું સામે આવ્યું છે.
આ આરોપીઓ ઝડપાયા
આરોપી નંબર 1 - અજય બળદેવ ઠાકોર ઉર્ફે અજ્જુ
આરોપી નંબર 2 - શૈલેષ દશરથ ઠાકોર ઉર્ફે એસ.ટી
આરોપી નંબર 3 સૌરવ મંગાજી ઠાકોર ઉર્ફે સવો
આરોપી નંબર 4 મહેશ સુરેશ ચૌહાણ ઉર્ફે ટાટુ
આરોપી નંબર 5 સંજય બળદેવ ઠાકોર ઉર્ફે મામુ
આરોપી નંબર 6 રોહન ગૌતમ ઈશ્વર ઠાકોર ઉર્ફે સનો ઉર્ફે શનીય
શું હતું હત્યાનું કારણ ..?
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદમાં રહેતા અજય ઠાકોરના ભાઈ મહેશ ઠાકોરની હત્યા વર્ષ 2016માં કરવામાં આવી હતી. જેમાં મૃતક નૈશલ ઠાકોરની પણ સંડોવણી હતી. જેને કારણે આ કેસને લઈને અજયે મૃતક નૈશલ ઠાકોરનું કાસળ કાઢવા માટે બાધા રાખી હતી. અજય ઠાકોરે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તે નૈશલ ઠાકોરને મોતને ઘાટ ન ઉતારે ત્યાં સુધી માથાના વાળ કાપશે નહિ અને ચોટલી રાખશે. જે આરોપીને જોઈ ને જ ખ્યાલ આવી શકે છે કે કેટલા વાળ વધાર્યા છે.
આખરે નૈષલને મોતનો ઘાટ ઉતારવા માટે અજય અને તેના સાથીદારો ચાર પાંચ દિવસ પહેલેથી પ્લાન બનાવ્યો અને 12 સપ્ટેમ્બરની વહેલી સવારે 4 વાગે આસપાસ ઘટનાસ્થળ આસપાસ એકત્ર થયા અને પાલડી પોલીસ સ્ટેશનથી 117 પગલાં 4 વાગે આસપાસ જાહેરમાં હત્યા કરી નાસી ગયા હતા.
ઝડપાયેલા આરોપીની વાત કરવામાં આવે તો 32 વર્ષનો મુખ્ય આરોપી અજય ઠાકોર સિલાઈ કામ કરે છે. જયારે 20 વર્ષનો રોહન જાણીતી એપ્લિકેશન ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરે છે. 26 વર્ષનો શૈલેષ ઠાકોર રિક્ષા ડ્રાઈવર છે જ્યારે 18 વર્ષનો સૌરવ મજુરી કામ, 24 વર્ષનો મહેશ બેરોજગાર અને 30 વર્ષનો સંજય પ્લમ્બિંગ નું કામ કરે છે. આ ઘટનામાં આ સાત આરોપી ઓને સાથે અન્ય બે આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જ્યારે સાહિલ અને ચિંતન તથા બે અજાણ્યા ઈસમોએ રેકી કરી હતી જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
પાલડી પોલીસ દ્વારા આરોપી ઓને ઘટના સ્થળ પર લાવીને રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગુનો કર્યા બાદ અલગ અલગ વાહનોમાં આરોપીઓ ભાગી ગયા હતા. જે બાદ સવારે 5.30 કલાકે તમામ આરોપીઓ મકરબા પાણીની ટાંકી પાસે પણ મળ્યા હતા. હાલ તો આ ઘટનામાં કંઈ કેટલાંય રાઝ ખુલવાના બાકી છે હાલ તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા તમામ આરોપીઓને પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.