હાઈકોર્ટનો મહત્વનો આદેશ, ખાનગી-સરકારી શાળામાં CCTV ફરજિયાત લગાવવા

રાજ્યના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે સરકારને મહત્વનો આદેશ કર્યો છે. તમામ શાળાઓમાં CCTV લગાવવા અંગે સરકારને પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને આ સમગ્ર મામલે 17 જૂન સુધી રિપોર્ટ રજૂ કરવાનો પણ સરકારને હાઈકોર્ટે આદેશ આપ્યો છે. આ સાથે જ વિદ્યાર્થીઓની હાજરી અને સુરક્ષા માટે પણ પગલા લેવાનો આદેશ હાઈકોર્ટે કર્યો છે.

Updated By: Apr 30, 2019, 04:10 PM IST
હાઈકોર્ટનો મહત્વનો આદેશ, ખાનગી-સરકારી શાળામાં CCTV ફરજિયાત લગાવવા

ઉદય રંજન/અમદાવાદ :રાજ્યના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે સરકારને મહત્વનો આદેશ કર્યો છે. તમામ શાળાઓમાં CCTV લગાવવા અંગે સરકારને પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને આ સમગ્ર મામલે 17 જૂન સુધી રિપોર્ટ રજૂ કરવાનો પણ સરકારને હાઈકોર્ટે આદેશ આપ્યો છે. આ સાથે જ વિદ્યાર્થીઓની હાજરી અને સુરક્ષા માટે પણ પગલા લેવાનો આદેશ હાઈકોર્ટે કર્યો છે.

ગુજરાતના કેટલાક પોલીસના વર્તનને લઈને પોલીસ સ્ટેશનમાં પણ સીસીટીવી લગાવવાનો આદેશ કરાયો હતો. ત્યારે હવે સ્કૂલમાં પણ સીસીટીવી લગાવવાથી અનેક ફાયદા થશે. સીસીટીવી લગાવવા જરૂરિયાત અને આવશ્યકતા બની ગઈ હતી. અનેક ફરિયાદો ઉઠી છે કે, શિક્ષકો સમય પર આવતા નથી, તેમજ તેઓ વિદ્યાર્થીઓને માર મારે છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સ્કૂલોમાં સીસીટીવી લગાવીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.