ગુજરાતની ઓળખ જેવા ઘૂડખરની ગણતરી શરૂ, વસ્તી 5 હજારને પાર થવાની શક્યતા

ગુજરાતની શાન સમાન વિશ્વનાં અત્યંત દુર્લભ પ્રજાતીનાં ઘૂડખરની દર પાંચ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે.  આખરે 2014માં થયેલી વસ્તી ગણતરીમાં ઘુડખરની સંખ્યા 4451 નોંધાઇ હતી. ગુજરાતના પાંચ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ઘુડખરની વસ્તીગણતરી કરવામાં આવશે. આ વર્ષની ગણતરીમાં ઘૂડખરની વસ્તી 15 ટકા વધીને 5000 ને પાર થઇ શકે છે. ગુજરાત સરકાર દ્વારા 12 જાન્યુઆરી 1973ના રોજ કચ્છના નાના રણ વિસ્તારને ઘૂડખરનું અભયસ્થાન વિસ્તાર જાહેર કર્યો હતો.
ગુજરાતની ઓળખ જેવા ઘૂડખરની ગણતરી શરૂ, વસ્તી 5 હજારને પાર થવાની શક્યતા

પાટડી : ગુજરાતની શાન સમાન વિશ્વનાં અત્યંત દુર્લભ પ્રજાતીનાં ઘૂડખરની દર પાંચ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે.  આખરે 2014માં થયેલી વસ્તી ગણતરીમાં ઘુડખરની સંખ્યા 4451 નોંધાઇ હતી. ગુજરાતના પાંચ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ઘુડખરની વસ્તીગણતરી કરવામાં આવશે. આ વર્ષની ગણતરીમાં ઘૂડખરની વસ્તી 15 ટકા વધીને 5000 ને પાર થઇ શકે છે. ગુજરાત સરકાર દ્વારા 12 જાન્યુઆરી 1973ના રોજ કચ્છના નાના રણ વિસ્તારને ઘૂડખરનું અભયસ્થાન વિસ્તાર જાહેર કર્યો હતો.

રાજ્યસભા ચૂંટણી: ભાજપે છેલ્લી ઘડીએ નરહરી અમીનને ઉતારી એક કાંકરે બે પક્ષી માર્યા
અગાઉ 1978માં કચ્છનાં મોટા રણનો કેટલોક ભાગ ઉમેરીને કુલ 4953.71 ચોરસ કિલોમીટર વિસ્તાર રણનું વિશિષ્ઠ પ્રાણી ઘૂડખર અભ્યારણ્યનાં નામે રક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. રણની ઓળખ સમાન ઘુડખર દેખાવે સામાન્ય રીતે ઘોડા અને ગધેડા જેવું હોય છે. તેની ઉંચાઇ સામાન્ય રીતે 110થી 120 સે.મી હોય છે. તેની લંબાઇ 210 સે.મી જેટલી હોય છે. જ્યારે તેનું વજન 200-250 કિલોગ્રામ જેટલું હોય છે. 50-60 કિલોમીટર ઝડપે દોડતા ઘુડખરને પવન પીયાસી કહેવામાં આવે છે. જેનું આયુષ્ય 20 વર્ષની આસપાસ હોય છે.

ઘુડખરની ગણતરી બ્લોક કાઉન્ટિંગ પદ્ધતી દ્વારા કરવામાં આવે છે
સામાન્ય રીતે ઘૂડખરની ગણતરી બ્લોક કાઉન્ટિંગ પદ્ધતી દ્વારા કરવામાં આવે છે. જેમાં નજર સામે રહેલા ઘુડખરને ગણવામાં આવે છે. જેમાં સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, બનાસકાંઠા અને પાટણ એમ પાંચ જિલ્લામાં 3 રિઝનલ ઓફીસરનીદ દેખરેખમાં સમગ્ર ગણતરી પાર પાડવામાં આવે છે. 15 હજાર વર્ગ કિલોમીટરથી વધારેનાં વિસ્તારને કવર કરવામાં આવે છે. તેમાં પ્રાથમિક દ્રષ્ટીએ દેખાતા ઘુડખરોની ગણતરી કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news