Chandrayaan 3: ઈસરોના ચંદ્રયાન-3 ઉપર વિશ્વભરની નજર છે. ગુજરાત અને ખાસ કરીને સુરત માટે ગૌરવની વાત છે કે દેશભરના લોકો જે છણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે ચંદ્રયાન 3 માટે સિરામિક પાર્ટ્સ તે સુરતની એક કંપનીએ બનાવ્યું છે. સુરતની હિમસન સિરેમિક કંપની છેલ્લા 30 વર્ષથી ઇસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે. કંપની જે સ્ક્વિબ્સ ઇગ્નીશ બનાવે છે તે ચંદ્રયાન 3 ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રયાન ત્રણ ને લઈ વૈજ્ઞાનિકો અને દેશભરના લોકો ખૂબ જ ઉત્સાહિત છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઈસરો ચંદ્રયાન 3 લઈ ખૂબ જ ઉત્સાહિત છે. વિશ્વભરની નજર ચંદ્રયાન ત્રણ પર છે પરંતુ જાણીને ગર્વ થશે કે ચંદ્રયાન 3 આજે એક મહત્વનો કોમ્પોનેટ્સ છે સુરતની એક કંપનીએ બનાવ્યું છે. સુરતની હિમસન સિરેમિક કંપની જે સ્કિવબ્સ આવે છે તેનો ઉપયોગ ઈસરો દ્વારા કરવામાં આવે છે ચંદ્રયાન 20માં પણ આ જ સ્કિવબ્સનો ઉપયોગ કરાયો હતો. રોકેટ ટેકનોલોજીથી કોઈપણ યાનને મોકલવામાં આવે છે જ્યારે ચંદ્રયાન ચંદ્ર તરફ આગળ વધશે ત્યારે એટલે કે જ્યારે તેને લોન્ચ કરવામાં આવશે ત્યારે ચંદ્રયાનના નીચેના ભાગમાં અત્યંત ગંભીર બ્લાસ્ટ થાય છે જે 3000 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં પણ ગરમ હોય છે.


કોમ્પોનેન્ટ ખાસ ટેકનોલોજીના માધ્યમથી તૈયાર કરાય છે-
આ ગરમી વાયરીંગને નુકસાન ન કરે આ માટે ખાસ સ્ક્વિબ્સ ઇગ્નીશ નું આવરણ તેની ઉપર ચઢાવવામાં આવે છે જેનાથી આ બ્લાસ્ટ એની જ્વાળાઓની અસર યાન પર થતી નથી. આ સ્ક્વિબ્સ ઇગ્નીશ ખૂબ જ મહત્વનો ભાગ યાન માટે ભજવે છે અને સ્ક્વિબ્સ ઇગ્નીશ ની હિમસન સિરામિક કંપની દ્વારા તૈયાર કરવામાં આવે છે. પ્રકારનો કોમ્પોનેન્ટ ખાસ ટેકનોલોજીના માધ્યમથી તૈયાર કરાય છે. ઈસરોના વૈજ્ઞાનિકો સુરતની આ કંપની પોતાનાં તમામ મોટા પ્રોજેક્ટ માટે ભરોસો મૂકીએ છે. કલ્યાણ માટે પણ આ કંપનીના સિરેમીકનો ઉપયોગ થયો હતો.


અલગ અલગ પ્રકારના સ્ક્વિબ્સ-
હિમસન સિરેમિક કંપનીના ડાયરેક્ટર નિમેષભાઈ બચકાની વાલાએ અમારી કંપની 1994 થી સેટેલાઈટ અને સ્પેસયાન આવશ્યક સિરેમિક સ્પેરપાર્ટ બનાવીને આપે છે. અમે અલગ અલગ પ્રકારના સ્ક્વિબ્સ બનાવીને ઈસરોને સપ્લાય કરીએ છે. ચંદ્રયાન ત્રણમાં પણ કંપની દ્વારા તૈયાર સ્ક્વિબ્સ કમ્પોનન્ટ્સ લાગ્યા છે. જે અમારી માટે ગર્વની બાબત છે. ભલે ગઈ વખતે ચંદ્રયાન બેમાં લેન્ડિંગ વખતે સમસ્યા સર્જાઈ હોય પરંતુ આ વખતે અમને પૂર્ણ વિશ્વાસ છે કે ભારત ચંદ્રયાન 3 ને સફળતાપૂર્વક પૂર્ણ કરશે અને વિશ્વ ભારતની વૈજ્ઞાનિક શક્તિને ફરી એક વખત જોશે.


વાયરીંગ સુરક્ષિત રહે છે-
સાથે તેઓએ જણાવ્યું હતું કે, દ્વારા જે પાર્ટ્સ બનાવવામાં આવે છે તે યાનના નીચેના ભાગમાં લગાવવામાં આવતું હોય છે જેનો ઉપયોગ ઇન્સ્યુલેશન તેમજ ઇગ્નિશણ માં થાય છે. આ ખાસ પાર્ટ્સના કારણે વાયરીંગ સુરક્ષિત રહે છે અને તેમાં કોઈપણ પ્રકારે આગ લાગતી નથી કારણ કે યાન ને લોન્ચ કરવામાં આવે છે તો નીચેના ભાગમાં ફાયરિંગ જોવા મળે છે એ ઉપર વાયરીંગ તરફ ન આવે અને વાયરીંગ સુરક્ષિત રહે તે માટે આ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.