ગુજરાતમાં માસ્કનો નિયમ વધુ કડક બન્યો, મોલમાં ગ્રાહક માસ્ક વગર દેખાશે તો મેનેજર પણ દંડાશે

હવેથી ગુજરાતના જે વાહનમાં મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય એ મુસાફરો ઉપરાંત વાહન ચલાવનારને પણ 1000 રૂપિયાનો દંડ થશે

Updated By: Aug 16, 2020, 08:20 AM IST
ગુજરાતમાં માસ્કનો નિયમ વધુ કડક બન્યો, મોલમાં ગ્રાહક માસ્ક વગર દેખાશે તો મેનેજર પણ દંડાશે

હિતલ પારેખ/ગાંધીનગર :કોરોના વાયરસ (Coronavirus) ની મહામારીમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રિક્ષાચાલકો કે સરકારી કે ખાનગી વાહનચાલકોના વાહનમાં કોઈ મુસાફર માસ્ક વગર જોવા મળશે તો મુસાફર અને વાહનચાલક બંન્ને પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત શોપિંગ મોલ કે શોરૂમમાં પણ જો કોઈ ખરીદી કરનાર ગ્રાહક માસ્ક વગર પકડાશે તો મોલના મેનેજર પાસેથી પણ દંડ વસૂલ કરવામાં આવશે.

હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા 3 યુવકો જોતજોતામાં તણાયા, ડૂબતો વીડિયો થયો કેદ

કોરોના કાળમાં માસ્ક પહેરવાનો નિયમ રાજ્ય સરકારે વધુ કડક બનાવ્યો છે. હવેથી ગુજરાતના જે વાહનમાં મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય એ મુસાફરો ઉપરાંત વાહન ચલાવનારને પણ 1000 રૂપિયાનો દંડ થશે. બસમાં કોઈ મુસાફરે માસ્ક નહીં પહેર્યું હોય તો મુસાફરની સાથે સાથે બસ ચાલકને પણ દંડ થશે. એ જ રીતે રિક્ષા અને ટેક્સીમાં જો મુસાફરોએ માસ્ક નહીં પહેર્યું હોય તો રિક્ષા અને ટેક્સીચાલકને પણ એક-એક હજાર રૂપિયાનો દંડ થશે. આમ, વાહન ચાલકો તેમજ મુસાફરો માટે પણ માસ્ક કમ્પલસરી બનાવી દેવાયું છે.

માણસ તો શું, જાનવર સાથે પણ ભેટો થવો મુશ્કેલ છે તેવી નડાબેટ બોર્ડર પર 1965થી તૈનાત છે BSFના જવાનો

એ જ રીતે ગુજરાતના મોટાં શહેરોમાં શોપિંગ મોલમાં ગ્રાહકોએ માસ્ક નહીં પહેર્યું હોય તો મોલના મેનેજરને પણ જેટલા ગ્રાહકો એટલા હજાર રૂપિયાનો દંડ થશે. આવી જ રીતે શો રૂમમાં ગ્રાહકો માસ્ક વગર પકડાશે, તો શોરૂમના સંચાલક પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. રાજ્ય સરકારે સરકારી વાહનો ચલાવતા અને તેમાં સવાર સરકારી બાબુઓ ઉપર પણ ગાળિયો કસ્યો છે. સરકારી વાહનમાં પણ કોઈ બાબુ માસ્ક વગર પકડાશે તો એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. પછી એ પોલીસ હોય હોય કે અન્ય કોઈ વિભાગનો સરકારી કર્મચારી. અધિકારી હોય કે ઉચ્ચ અધિકારી... માસ્ક નહિ પહેર્યું હોય એનો આજથી જ એક હજાર રૂપિયાનો મેમો ફાટશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર