અમરેલીનાં બાપ છત્રપાલ સિંહ વાળાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું, સરભરા પણ કરી

એક પેટ્રોલ પંપ સંચાલકને ફોન કરીને ખંડણી માંગવી છત્રપાલસિંહ વાળાને ભારે પડી હતી. આ ખંડણી કેસમાં પોલીસ સામે પણ એલફેલ બોલનારા છત્રપાસસિંહની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. પોતે અમરેલીનો બાપ હોવાની અને પૈસા નહી મળે તો ફાયરિંગ કરશે તેવી ધમકી આપતા પેટ્રોલ પંપ સંચાલક પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. 

Updated By: Jun 14, 2021, 12:09 AM IST
અમરેલીનાં બાપ છત્રપાલ સિંહ વાળાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું, સરભરા પણ કરી

અમરેલી : એક પેટ્રોલ પંપ સંચાલકને ફોન કરીને ખંડણી માંગવી છત્રપાલસિંહ વાળાને ભારે પડી હતી. આ ખંડણી કેસમાં પોલીસ સામે પણ એલફેલ બોલનારા છત્રપાસસિંહની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. પોતે અમરેલીનો બાપ હોવાની અને પૈસા નહી મળે તો ફાયરિંગ કરશે તેવી ધમકી આપતા પેટ્રોલ પંપ સંચાલક પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. 

જેના કારણે અમરેલી એલસીબી અને એસઓજીએ ગણત્રીના સમયમાં જ ગોંડલ મોવિયા પાસેથી છત્રપાલસિંહ વાળાને ઝડપી લીધો હતો. આ મુદ્દે છત્રપાલસિંહને ઝડપી પાડી આજે તેને પેટ્રોલપંપ લઇ જઇને રેકી કરવાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.આરોપીનું સમગ્ર અમરેલીમાં સરઘસ કઢાવ્યું હતું. કોઇને પણ આવા અસામાજીક તત્વોથી નહી ગભરાવા માટેની અપીલ કરી હતી. 

જો કે ઓડિયો ક્લિપ વાયરલ થતા પોલીસ સામે પણ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત અમરેલી એસપી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જેના કારણે પોલીસે તેને ઝડપી લઇને તેને સાણસામાં લીધો હતો. તેને સારી પેઠે સર્વિસ કરીને પોતે જ્યાંનો બાપ હોવાનો ફાંકા મારતો હતો તે, સમગ્ર અમરેલીમાં ફેરવ્યો હતો. લોકોને આવા અસામાજીક તત્વોથી નહી ગભરાવા માટે અપીલ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube