ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના હિતમાં મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, લોકોને થશે મોટો ફાયદો
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને તા. 30 જૂન ૨૦૨૫ સુધી ૩૦,૬૮૯ MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી 60 હજાર એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
Trending Photos
ગાંધીનગરઃ રાજ્યમાં એક તરફ ભારે ગરમી પડી રહી છે તો કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે મુખ્યમંત્રીએ મોટો નિર્ણય લીધો છે. લોકોને પીવાના પાણી અને ખેડૂતોને ચિંસાઈનું પાણી મળે તે માટે નર્મદાનું પાણી ઉપયોગમાં લેવાનો આદેશ મુખ્યમંત્રીએ આપ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના કિસાનો - અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા તેમણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ તા. ૩૦મી જુન ૨૦૨૫ સુધી નર્મદાનું ૩૦,૬૮૯ MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે.
તદઅનુસાર, ઉત્તર ગુજરાત માટે નર્મદાનું ૧૪૫૩૯ MCFT અને સૌરાષ્ટ્ર માટે ૧૬૧૫૦ MCFT પાણી આપવામાં આવશે.
નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્ધવહન પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતના ૯૫૦થી વધુ તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડીંગ કેનાલથી આ પાણી પુરક સિંચાઈ અને પીવાના હેતુસર અપાશે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર વિસ્તારના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમમાં નર્મદા જળ પહોંચાડવામાં આવશે.
મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની કુલ ૬૦ હજાર એકરથી વધુ ખેતીલાયક જમીનને નર્મદા જળથી સિંચાઈનો લાભ મળતો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે