અમદાવાદના રાવત પરિવારે રોનક ગુમાવ્યો, ધાબાથી પરથી પટકાતા મોત

Updated By: Jan 5, 2021, 04:20 PM IST
અમદાવાદના રાવત પરિવારે રોનક ગુમાવ્યો, ધાબાથી પરથી પટકાતા મોત
  • ઉત્તરાયણ નજીક આવતા જ ધાબા પરથી પડીને, પતંગની દોરીથી કપાઈને અકસ્માત થવાના કિસ્સા બનતા હોય છે
  • વડોદરામાં પણ પતંગ ચગાવતા સમયે બાળકનું છત પરથી પડી જવાથી મોત નિપજ્યું 

ઉદય રંજન/અમદાવાદ :ઉત્તરાયણ નજીક આવતા જ ધાબા પરથી પડીને, પતંગની દોરીથી કપાઈને અકસ્માત થવાના કિસ્સા બનતા હોય છે. તો કેટલાક સંજોગોમાં મોત પણ થતા હોય છે. આવામાં આજે અમદાવાદ અને વડોદરામાં 10-10 વર્ષના બે બાળકોનું મોત નિપજ્યું છે. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા અને વડોદરામાં વાઘોડિયા રોડ વિસ્તારમાં 10-10 વર્ષના બાળકોના ધાબા પરથી પડી જવાથી મોત નિપજ્યા છે. 

રાવત પરિવારે રોનક ગુમાવ્યો 
અમદાવાદમાં મેઘાણીનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ આવેલું છે. આ બોર્ડના 27 નંબરના બ્લોકમાં રાવત પરિવાર રહે છે. રોનકના પિતા કિડની હોસ્પિટલમાં ઈલેક્ટ્રીશિયન તરીકે નોકરી કરે છે. આજે તેના માતાપિતા એક મરણ પ્રસંગે ગયા હતા. ઘરે રોનક તેની દાદી સાથે એકલો રહેતો હતો. તે ધાબે પતંગ ચગાવવા ગયો હતો. ત્યારે અચાનક તે નીચે પટકાયો હતો. તેને આસપાસના લોકો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે સમગ્ર કેસમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.

No description available.  

(અમદાવાદનો બાળક રોનક રાવત) 

વડોદરામાં પણ બાળકનું મોત
વડોદરામાં પતંગ ચગાવતા સમયે બાળકનું છત પરથી પડી જવાથી મોત નિપજ્યું છે. વડોદરાના વાઘોડિયા રોડના ઝવેરનગર સ્થિત નર્મદા એપાર્ટમેન્ટમાં ગઈકાલે સાંજે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 માળની ખંડેર બિલ્ડીંગ પર 10 વર્ષનો બાળક વિરલ રાઠવા પતંગ ચગાવવા ચઢ્યો હતો. અચાનક વિરલ રાઠવા છત પરથી નીચે પટકાયો હતો. છત પર પેરાફીટ ન હોવાથી તે સીધો નીચે પડકાયો હતો. જ્યાં તેનુ મોત નિપજ્યું હતું. મૃતક બાળકને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.