ગુજરાતમાં અલગ ભીલીસ્તાનનો મુદ્દો સળગ્યો, છોટુ વસાવા અને મહેશ વસાવાની અટકાયત

આદિવાસી નેતા અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાની આજે પોલીસે અટકાયત કરી છે. મહેશ વસાવાને રેલીની પરમીટ ન મળતા તેમણે સમર્થકો સાથે MLA ક્વાટર્સમાં જ સુત્રોચ્ચારો ભીલીસ્તાન જિંદાબાદના સૂત્રોચ્ચાર કર્યા. 

ગુજરાતમાં અલગ ભીલીસ્તાનનો મુદ્દો સળગ્યો, છોટુ વસાવા અને મહેશ વસાવાની અટકાયત

હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત (Gujarat) માં ફરી પાછી અલગ ભીલીસ્થાનની માગણી પ્રબળ બની. દેડીયાપાડા બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા (Mahesh Vasava) એ વિધાનસભાના પ્રથમ દિવસે જ આદિવાસીઓ સાથે થયેલા અન્યાયના મુદ્દે ભીલીસ્તાન પ્રદેશની માંગણી ફરી પાછી કરી. ગાંધીનગરમાં બિરસા મુંડા ભવનથી આદિવાસીઓ દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી. 

આ કાર્યક્રમ અગાઉ સંદર્ભે ઝી 24કલાક સાથેની ખાસ વાતચીતમાં બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જે પ્રકારે રાજ્ય સરકારે શાળાઓ મર્જ કરવાનો નિર્ણય લીધો છે તે આદિવાસી વિસ્તારો માટે અયોગ્ય છે. એક તરફ એક મતદાર માટે અલગ બુથ ઊભું કરવાની વ્યવસ્થા ચૂંટણીપંચ કરતું હોય છે ક્યારે એક વિદ્યાર્થી માટે એક શાળા કેમ ન કરવી પડે. તે કરવી જોઈએ. બિન સચિવાલયની પરીક્ષામાં આટલી મોટી ગેરરીતિઓ થઈ હોવા છતાં પરીક્ષા રદ્દ નથી કરવામાં આવતી તેવા તમામ પ્રશ્નોને લઈને આદિવાસીઓ વિધાનસભાનો આજે ઘેરાવો કરવાનો કાર્યક્રમ હતો .

જુઓ VIDEO...

આદિવાસી નેતા અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાની આજે પોલીસે અટકાયત કરી.મહેશ વસાવાને રેલીની પરમીટ ન મળતા તેમણે સમર્થકો સાથે MLA ક્વાટર્સમાં જ સુત્રોચ્ચારો ભીલીસ્તાન જિંદાબાદના સૂત્રોચ્ચાર કર્યા. ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યો. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું પણ માંગ્યુ. તેમણે કહ્યું કે આદિવાસીઓને અભણ રાખવા માંગે છે. પહેલા પાણી પડાવ્યુ, જમીન પડાવી, પછી ડુંગરા લઇ લીધા. રોજગાર પણ છિનવ્યો અને હવે મારા ઝઘડિયામા 47 સ્કૂલો બંધ કરવા બેઠી છે. તેમણે કહ્યું કે ભારતના બંધારણે આદિવાસી માટે અલગ બજેટ ફાળવવાની જોગવાઇ કરી છે. એ બજેટ વપરાતું નથી છતાંય પૈસા ન હોવાનુ કહી સ્કૂલો બંધ કરે છે. ભાજપની સરકાર અમારા છોકરાઓને કાયમ મજૂર જ રાખવા માંગે છે.

જુઓ LIVE TV

ગુજરાત વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રવાસન ઉદ્યોગ માટે ઓથોરિટી બનાવવાની રાજ્ય સરકારની પહેલને પણ આકરી ટીકા આદિવાસી ધારાસભ્ય મહેશ વસાવા એ કરી. મહેશ વસાવાના જણાવ્યા પ્રમાણે આદિવાસીઓના હક અધિકાર પર સરકાર તરાપ મારી રહી છે. આદિવાસીઓની જમીનના હક છીનવાઈ રહ્યા છે જેના કારણે અલગ ભીલીસ્થાનની માંગણી પ્રબળ બની છે. રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પણ અલગ ભીલીસ્તાનની માગણી કરવામાં આવી રહી છે તેવી જ રીતે ગુજરાતમાં પણ અલગ ભીલીસ્થાનની માગણી કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news