CM રૂપાણીએ કહ્યું માસ્ક જ હાલ કોરોનાની દવા, કૃપા કરી નાગરિકો જવાબદાર રહે

રાજ્યમાં કોરોનાની સ્થિતી યથાવત્ત છે. ગઇકાલે 1515 અને આજે 1495 કેસ ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે 48 દિવસ બાદ રાજ્યમાં 13 જેટલા લોકોનાં મોત નિપજ્યા છે. આ અગાઉ ઓક્ટોબર રોજ 13 દર્દીનાં મોત નિપજ્યા હતા. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ચુકી છે. રાજ્યમાં 4 મહાનગરોમાં કાલે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ ચલાવવામાં આવ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની જનતા જોગ સંબોધન કર્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, ગામમાં સંક્રમણ વધે નહી તે માટે માત્ર ચાર શહેરો જ નહીં અન્ય શહેરોમાં પણ લોકો રાત્રે બહાર ન નિકળે તે માટે અપીલ કરી હતી. રાજ્યની તમામ જનતા માસ્ક ફરજીયાત પહેરે તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે જરૂરી છે. હાલ કોરોનાની કોઇ રસી નથી તેવામાં માસ્ક જ બચાવ છે તેમ સમજીને લોકો તકેદારી રાખે તે જરૂરી છે. 

Updated By: Nov 22, 2020, 07:25 PM IST
CM રૂપાણીએ કહ્યું માસ્ક જ હાલ કોરોનાની દવા, કૃપા કરી નાગરિકો જવાબદાર રહે

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી યથાવત્ત છે. ગઇકાલે 1515 અને આજે 1495 કેસ ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે 48 દિવસ બાદ રાજ્યમાં 13 જેટલા લોકોનાં મોત નિપજ્યા છે. આ અગાઉ ઓક્ટોબર રોજ 13 દર્દીનાં મોત નિપજ્યા હતા. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ચુકી છે. રાજ્યમાં 4 મહાનગરોમાં કાલે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ ચલાવવામાં આવ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની જનતા જોગ સંબોધન કર્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, ગામમાં સંક્રમણ વધે નહી તે માટે માત્ર ચાર શહેરો જ નહીં અન્ય શહેરોમાં પણ લોકો રાત્રે બહાર ન નિકળે તે માટે અપીલ કરી હતી. રાજ્યની તમામ જનતા માસ્ક ફરજીયાત પહેરે તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે જરૂરી છે. હાલ કોરોનાની કોઇ રસી નથી તેવામાં માસ્ક જ બચાવ છે તેમ સમજીને લોકો તકેદારી રાખે તે જરૂરી છે. 

ગુજરાતના મુખ્યમંત્રીએ આજે રાજ્યજોગ સંબોધન કર્યું હતું. જો કે આ સંબોધનમાં તેમણે કોઇ મહત્વની વાત નહી કરતા નાગરિકોને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન અને માસ્ક પહેરવા જેવી સામાન્ય બાબતે અપીલ કરી હતી. નાગરિકોને ગુજરાતમાં હાલ કોરોનાની વિપરિત પરિસ્થિતી વચ્ચે તમામ નિયમો પાલન કરવા માટેની અપીલ કરી હતી. 

મુખ્યમંત્રીએ વિકએન્ડ કર્ફ્યુ માટે અમદાવાદના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તહેવાર બાદ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તે વધે નહી તે માટે નાગરિકો દ્વારા તમામ નિયમોનું પાલન થાય તે જરૂરી છે. હવેથી તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે તેમાં તમામ નાગરિકો સહકાર આપે તેવી અપીલ કરી હતી. 

મુખ્યમંત્રીએ યુવાનોને જણાવ્યું કે, શક્ય હોય ત્યાં સુધી રેસ્ટોરન્ટ, પાનના ગલ્લાઓ, ચાની લારીઓ જેવા સ્થળ પર ઉભા રહેવાનું ટાળો. શક્ય હોય ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ જાળવો. બજારોમાં શક્ય હોય ત્યાં પાર્સલ લેવું કે ઝડપથી કામ પતાવીને ઘરે પરત ફરી જવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત હેન્ડ સેનિટાઇઝર અને માસ્ક જેવી સગવડોનો ઉપયોગ કરતા રહેવા માટે અપીલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube