સીએમ રૂપાણીએ આ બાળકો માટે કરી જાહેરાત, વિદ્યાર્થી દીઠ રૂપિયા 1500ની સહાય

ગાંધીનગર ખાતે સીએમ અને ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ હતી. સીએમ વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસને પગલે જાહેર થયેલા લોકડાઉનની સ્થિતિમાં રાજ્યની આશ્રમ શાળાઓ, સમરસ હોસ્ટેલના દિવ્યાંગ છાત્રાલયો અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા જે બાળકો પોતાના ઘરે ચાલ્યા ગયા છે

સીએમ રૂપાણીએ આ બાળકો માટે કરી જાહેરાત, વિદ્યાર્થી દીઠ રૂપિયા 1500ની સહાય

ગાંધીનગર: ગાંધીનગર ખાતે સીએમ અને ડેપ્યુટી સીએમની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ હતી. સીએમ વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસને પગલે જાહેર થયેલા લોકડાઉનની સ્થિતિમાં રાજ્યની આશ્રમ શાળાઓ, સમરસ હોસ્ટેલના દિવ્યાંગ છાત્રાલયો અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા જે બાળકો પોતાના ઘરે ચાલ્યા ગયા છે. તેમને એપ્રિલ માસના ખર્ચ પેટે વિદ્યાર્થી દીઠ રૂપિયા 1500ની સહાય આપવાની જાહેરાત કરી છે.

સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આ અંગેની વિગતવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષિપંચ તેમજ બિન અનામત વર્ગના જે બાળકો હોસ્ટેલમાં, આશ્રમ શાળાઓમાં રહેતા અને અભ્યાસ કરે છે. તેમને રાજ્ય સરકાર નિયમિત ભોજન સહાય આપશે.

લોકડાઉનની હાલની પરિસ્થિતિમાં આ બાળકો પોતાના ઘરે ચાલ્યા ગયા છે કે, શિફ્ટ થયા છે. તેવા અંદાજે 3 લાખ 25 હજાર બાળકોને એપ્રિલ માસ દરમિયાન સહાય પેટે 1500 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ અન્ય એક સંવેદનશીલ નિર્ણય લેતા રાજ્યમાં દિવ્યાંગ છાત્રાલયમાં રહેતા અને અભ્યાસ કરતા અને ઘરે જતા રહેલા 11 હજાર દિવ્યાંગ બાળકોને પણ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં એપ્રિલ માસમાં પૂરતી 1500ની આવી સહાય સરકાર આપશે.

આ સાથે જ રાજ્યમાં જે બાળકો બાળ સંભાળ ગૃહમાં રહે છે. તેવા બાળકોને પણ આ જ પ્રમાણે એક માસ એટલે કે એપ્રિલ માસની સહાયના 1500  રૂપિયા અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીએમ રૂપાણીની કોર કમિટીની હેઠક બાદ બાળકો માટે જાહરાત કરવામાં આવેલી સહાયના 1500 રૂપિયા તમામ બાળકોના વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓfacebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news