PHOTOS: રાજકોટના ડર્ટી ડઝન ગ્રુપ સાથે CM રૂપાણીએ ઉજવી ઉત્તરાયણ, જાણો કોણે ક્યાં ચગાવ્યાં પતંગ

ઉત્તરાયણનો પર્વ હોય અને આકાશમાં રાજકીય પતંગ ન ચગે તો કેમ ચાલે. રાજકીય નેતાઓએ પણ પોતાના પરિવાર સાથે મળી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી અને આકાશમાં પણ લગાવ્યા રાજકીય પેચ .ભાજપે સીએએના સમર્થનમાં તો કોંગ્રેસે સીએએમના વિરોધમાં ચગાવ્યા આકાશમાં પતંગ.

Updated By: Jan 14, 2020, 10:37 PM IST
PHOTOS: રાજકોટના ડર્ટી ડઝન ગ્રુપ સાથે CM રૂપાણીએ ઉજવી ઉત્તરાયણ, જાણો કોણે ક્યાં ચગાવ્યાં પતંગ

બ્યૂરો રિપોર્ટ ઝી મીડિયા, અમદાવાદ: ઉત્તરાયણનો પર્વ હોય અને આકાશમાં રાજકીય પતંગ ન ચગે તો કેમ ચાલે. રાજકીય નેતાઓએ પણ પોતાના પરિવાર સાથે મળી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી અને આકાશમાં પણ લગાવ્યા રાજકીય પેચ .ભાજપે સીએએના સમર્થનમાં તો કોંગ્રેસે સીએએમના વિરોધમાં ચગાવ્યા આકાશમાં પતંગ.

Image may contain: 2 people, people smiling, people standing, sunglasses and outdoor

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હોય કે, રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ હોય છે તો જનતાની વચ્ચેથી જ આવેલાને કેવી રીતે તહેવારોની ઉજવણી કર્યા વગર રહી શકે. આ તમામે તો ઉત્તરાયણના દિવસે ધાબા પર જઈ સામાન્ય જનતા વચ્ચે પોતાના પતંગો ઉડતા મૂક્યા હતા. ના માત્ર આટલા જ લોકો પણ અનેક રાજકીય હસ્તી, ધારાસભ્યોએ પણ પતંગ ચગાવ્યા હતાં અને બીજાની પતંગ કાપવાનો લ્હાવો પણ લીધો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના ખોખરા વિસ્તારમાં પત્ની અંજલીબેન રૂપાણી સાથે પતંગ ચગાવી હતી અને જણાવ્યું કે અમે પતંગ કાપવામાં નહીં પણ પતંગ ઉડાવવામાં માનીએ છીએ. 

Image may contain: 1 person, standing, sky and outdoor

(ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે અમદાવાદમાં થલેતેજ ખાતે પરિવાર અને મિત્રો સાથે પતંગની મજા માણી. )

ત્યારબાદ મુખ્યમંત્રી રાજકોટના ડર્ટી ડઝન ગ્રુપ સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરવા પહોંચ્યા હતાં. CM રૂપાણીએ તેમના 12 મિત્રોના ડર્ટી ડઝન ગૃપ સાથે મકરસંક્રાતિના પર્વને મનાવ્યો . હવે જ્યારે મુખ્યંત્રી જ ઉત્તરાયણ ઉજવે તો ભાજપના પ્રદેશ પ્રમુખ કેવી રીતે બાકાત રહે. જિતુ વાઘાણીએ પણ અમદાવાદમાં કાર્યકરો વચ્ચે ઉત્તરાયણ તો ઉજવણી પણ નાના ભૂલકાઓને પણ પતંગ અને દફ્તર સહિતની વસ્તુઓનું વિતરણ કર્યું હતું. તેમની સાથે પ્રદેશ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ પણ જોડાયા. પણ અહીં તો જોવા જેવુ એ હતું કે, પ્રદેશ પ્રમુખે ફિરકી પકડી હતી જે એક સાંકેતિક સંદેશ ગણી શકાય કે યુવાનો તમે આગળ વધો અમે તમને સંભાળીશું. 

Image may contain: 2 people, people standing

(અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઉતરાયણની ઉજવણી કરી)

આવી જ રીતે રાજ્યમાં અનેક જગ્યાએ ધારાસભ્યો, રાજકીય નેતાઓએ પણ પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પણ મિત્રો અન પરિવારજનો સાથે સીએએના સમર્થનમાં પતંગને આકાશમાં ઉડાડી હતી.
Image may contain: 2 people, people standing and hat

(પ્રદિપસિંહ જાડેજાએ પણ માણી પતંગની મજા)

ખેડાના બે દિગ્ગજ પંકજ દેસાઈ અને દેવુસિંહ ચૌહાણે પણ પતંગ ચગાવ્યા હતા. નડિયાદના સ્થાનિકો પણ તેમની સાથે ઉત્તરાયણમાં જોડાયા હતા. જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રધાનમંત્રી મોદીને સીએએમાં સમર્થન આપતી પતંગ ચગાવી હતી. સુરેન્દ્રનગર વઢવાણના ધારાસભ્ય ધનજી પટેલે અનોખી રીતે ઉજવણી કરી. તેમણે કરુણા અભિયાનમાં જોડાઈ લોકોને સાવચેતીથી ઉત્તરાયણ ઉજવવા અપીલ કરી હતી. બારડોલીના ધારાસભ્ય અને ગુજરાત કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે પણ ખરવાસા ખાતે દિવ્યાંગ બાળકોને પતંગ, લાડુ, ફ્રૂટ આપીને ઉત્તરાયણ ઉજવી. સાથે આકાશમાં ફૂગ્ગા પણ છોડ્યા હતાં. રાજકોટના સાસંદ મોહન કુંડારિયાએ રવાપર ગામને દત્તક લીધુ છે ત્યારે પોતાના ગામમાં સફાઈ અભિયાન હાથ ધરીને તેમણે મકરસંક્રાંતિ ઉજવી હતી. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પણ અમદાવાદમાં થલતેજમાં પરિવારજનો સાથે ઉત્તરાયણ ઉજવી હતી.

Image may contain: 6 people, people smiling, people standing

(હાર્દિક પટેલે પણ અમદાવાદમાં ઉત્તરાયણની મજા માણી હતી.)

આ તરફ કોંગ્રેસના નેતાઓએ પણ અનોખી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઉત્તરાયણ તો ઉજવી પણ પતંગ પર સરકારનો વિરોધ દર્શાવ્યો હતો. મોંઘવારી સહિતના વિવિધ મુદ્દે તૈયાર કરેલી પતંગ ના માત્ર અમિત ચાવડા પણ અનેક કોંગ્રેસના નેતાઓએ ચગાવી હતી. તેમની સાથે કોંગ્રેસના અનેક નેતાઓ પણ જોડાયા હતાં. 

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં તો કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પણ ધાબા પર પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ તરફ દીવ દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફૂલ્લ પટેલે પણ હિંમતનગરમાં પતંગ ચગાવી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. આમ રાજકીય નેતાઓ પણ પતંગ ઉડાવવાની મજા લેવામાંથી બાકાત નહોતા રહ્યાં.