રાજકોટ પહોંચ્યા સીએમ રૂપાણી, કહ્યું- ગુજરાતમાં સ્થપાશે સૈનિક શાળાઓ

આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ હાજર રહ્યાં હતા. ડિફેન્ડ યુથ ફેસ્ટિવલમાં સૈન્યની ત્રણેય પાંખની ગાઇડ સાથે લોકો હથિયાર જોઇ શકશે. યુવાનો આર્મીમાં જોડાય તેમજ આર્મીની ટ્રેનિંગથી માહિતગાર કરવામાં આવ્યા છે.

રાજકોટ પહોંચ્યા સીએમ રૂપાણી, કહ્યું- ગુજરાતમાં સ્થપાશે સૈનિક શાળાઓ

રાજકોટ: રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રેસકોર્સ મેદાનમાં ડિફેન્સ યુથ ફિએસ્ટાને ખુલ્લો મુક્યો છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું જેમાં તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં સૈનિક શાળાઓ સ્થાપવામાં આવશે. સાથે જ જે સંસ્થાઓ સૈનિક શાળા માટે મંજૂરી માગશે તેઓને પણ મંજૂરી આપવા સરકાર તૈયાર છે. પુલવામામાં થયેલા હુમલા બાદ રાજ્ય સરકારનો આ મોટો નિર્ણય ગણી શકાય.

આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ હાજર રહ્યાં હતા. ડિફેન્ડ યુથ ફેસ્ટિવલમાં સૈન્યની ત્રણેય પાંખની ગાઇડ સાથે લોકો હથિયાર જોઇ શકશે. યુવાનો આર્મીમાં જોડાય તેમજ આર્મીની ટ્રેનિંગથી માહિતગાર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વનિર્ભર શાળા સંચાલકો મંડળે યોજેલી પરાક્રમ રેલીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પરાક્રમ રેલીમાં અંદાજે 5 હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો.

રાજકોટની જનતા માટે રૂપિયા 35.22 કરોડના ખર્ચે તૈયાર થયેલા રૈયા ઓવર બ્રિજને ખુલ્લો મુકવામાં આવશે. આ બ્રિજનું નામ શહીદ જવાનો સાથે જોડવામાં આવશે વોર્ડ નંબર 3 અને 4માં 41.50 કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. સાથે સાથે 151 કરોડના ખર્ચે માસ્ટર સિસ્ટમ ઇન્ટિગેસનો પણ શુભારંભ કરશે.

જ્યારે અમૃત યોજના હેઠળ રૂપિયા 29.50 કરોડના ખર્ચે ડ્રેનેજ ડી.આઇ.પાઇપલાઇન ગાર્ડન ડેવલોપમેન્ટના કામો કરશે. તો બીજી બાજૂ 15.20 કરોડના ખર્ચે આજી રિવર રી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઇસ્ટ જોન લાઇબ્રેરી ખાતર્મુહત કરાવશે. તેમજ 25.91 કરોડના ખર્ચે રિંગ રોડ ફેજ 2 અને ફેજ 3ના કામોનું પણ ખાત ર્મુહરત કરાવશે. 75 કરોડના ખર્ચે પોલીસ આવસ ભૂમિ પુજન કરશે. 91.51 કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ ખાતે એમ.સી.એચ સેન્ટરનું ખાતર્મહત કરાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news