VIDEO: ખોડલધામ ટ્રસ્ટે મને આપ્યું સમર્થન, પાટીદારો ભાજપ સાથે જ છે: CM રૂપાણી

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન છે. દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. 

Updated By: Dec 8, 2017, 10:30 PM IST
VIDEO: ખોડલધામ ટ્રસ્ટે મને આપ્યું સમર્થન, પાટીદારો ભાજપ સાથે જ છે: CM રૂપાણી
ફાઈલ તસવીર

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન છે. દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિશ્વાસ સાથે કહ્યું હતું કે પાટીદાર સમુદાય ભાજપ સાથે જ છે.ખોડલધામ ટ્રસ્ટે ભાજપને સમર્થન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે માત્ર પાટીદારો નહીં પરંતુ તમામ સમુદાય ભાજપના સમર્થનમાં છે. 

વાતચીતમાં તેમણે જણાવ્યું કે ખોડલધામ ટ્રસ્ટે તેમને સમર્થન જાહેર કર્યુ છે. પાટીદારો આવતી કાલે ભારતીય જનતા પાર્ટીને મત આપશે તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે. તેમણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના તમામ મતદારોને અપીલ કરી કે તેઓ ચોક્કસપણે મતદાન કરે. તેમણે કહ્યું કે ભારે મતદાન કરીને ભાજપને અને વિકાસને વિજયી બનાવો.

અત્રે જણાવવાનું કે ખુબ જ ઉથલપાથલ વચ્ચે હાર્દિક પટેલના ખાસ ગણાતા સાથીદાર દિનેશ બાંભણીયાએ પાસમાંથી રાજીનામું આપી દીધું છે. હાર્દિક માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ખાસ વાત છે કે કોંગ્રેસ સાથે થયેલી ડીલમાં બાંભણીયા જ પાટીદાર આંદોલન સમિતી તરફથી વાતચીતનો દોર સંભાળી રહ્યા હતા. 

બાંભણીયાએ શરૂઆતથી જ કોંગ્રેસનાં વલણથી સંતુષ્ટ નથી. તેમણે કોંગ્રેસનાં ઢંઢેરા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. બાંભણીયાએ કહ્યું કે અનામત્ત અંગે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ નથી. જો કે રાજીનામાનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. ગુજરાતની ચૂંટણીમાં હાર્દિકનાં ઘણા સહાયકો તેમનો સાથ છોડી ચુક્યા છે. રેશ્મા પટેલ, કેતન પટેલ, અમરીશ પટેલ અને શ્વેતા પટેલ સહિત ઘણા સાથીઓએ હાર્દિકનો હાથ છોડી દીધો છે.