ગાંધીનગર: 'વિવાદાસ્પદ' પત્ર લખનારા ચર્ચના આર્ચ બિશપને કલેક્ટરે નોટિસ પાઠવી

બિશપ થોમસ મેકવાન રોમન કેથેલીક સંપ્રદાયના ગુજરાતના આર્ચ બિશપ છે.

ગાંધીનગર: 'વિવાદાસ્પદ' પત્ર લખનારા ચર્ચના આર્ચ બિશપને કલેક્ટરે નોટિસ પાઠવી

ગાંધીનગર: ગાંધીનગરના કલેક્ટર દ્વારા ચર્ચના આર્ચ બિશપને નોટિસ પાઠવવામાં આવી છે. આર્ચ બિશપના પત્ર અને તેમના વર્તમાન પત્રોમાં નિવેદનોને લઈને આ નોટિસ પાઠવવામાં આવી છે. આર્ચ બિશપના નિવેદનો અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજક છે ત્યારે આવા સમયે ગાંધીનગરના ખ્રિસ્તી સંગઠનના પાદરી દ્વારા અપાયેલા આ નિવેદને વિવાદ સર્જ્યો છે. તેમણે ખ્રિસ્તી સમુદાયને ઉદ્દેશીને આ પત્ર લખ્યો હતો. કોઈ પણ રાજકીય પક્ષનું નામ લીધા વગર તેમણે લઘુમતીઓની અસલામતી અને બંધારણના હનનના આક્ષેપો પત્રમાં કર્યા હતાં. 

બિશપ થોમસ મેકવાન રોમન કેથેલીક સંપ્રદાયના ગુજરાતના આર્ચ બિશપ છે. જેમને સંપ્રદાયની પ્રથમ કે મુખ્ય વ્યક્તિ તરીકે ગણવામાંઆવે છે. ગુજરાતમાં ગાંધીનગરમાં જ આર્કડાયાસીસ છે. તેમણે સમુદાયને ઉદ્દેશીને લખેલા પત્રમાં લખ્યું હતું કે ચૂંટણીના પરિણામોની દેશના ભાવિ પર ઊંડી અસર પડશે. દેશનું સેક્યુલર અને લોકશાહી માળખુ દાવ પર લાગ્યું છે. માનવાધિકારોનો ભંગ થઈ રહ્યો છે. બંધારણીય અધિકારોને કચડવામાં આવી રહ્યાં છે. લઘુમતીઓ, અન્ય પછાત વર્ગો,ગરીબોમાં અસુરક્ષાની ભાવના વધી રહી છે. 

પત્રમાં એમ પણ લખ્યું હતું કે રાષ્ટ્રીય દળો દેશ પર કબ્જો જમાવવાની તૈયારીમાં છે. ગુજરાતમાં એવા લોકોને ચૂંટીએ કે જે ભારતીય બંધારણને વફાદાર રહે અને કોઈ પણ ભેદભાવ વગર દરેક માનવીનો આદર કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news