Commonwealth Games 2030: કોમનવેલ્થ ગેમ્સનું યજમાની કરશે અમદાવાદ! જાણો કેવી રીતે થશે રાજ્યની આવકમાં વધારો
Commonwealth Games 2030: ભારત કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા જઈ રહ્યું છે. ચાલો સમજીએ કે, ભારતને આનાથી કેવી રીતે આર્થિક ફાયદો થઈ શકે છે.
Trending Photos
)
Commonwealth Games 2030: કોમનવેલ્થ ગેમ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે આજે જાહેરાત કરી છે કે તેઓ કોમનવેલ્થ ગેમ્સ-2030ના આયોજન માટે યજમાન શહેર અમદાવાદના નામની ભલામણ કરશે. આ અંગે અંતિમ નિર્ણય 26 નવેમ્બર 2025ના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે. આ દરમિયાન આજે આપણે જાણીશું કે, 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાથી ભારતને કેવી રીતે આર્થિક ફાયદો થઈ શકે છે. ચાલો જાણીએ.
રમતગમતથી થનારી આવકનો અંદાજ
ભારત 2030 કોમનવેલ્થ ગેમ્સમાંથી કેટલી કમાણી કરી શકે છે, તે ચોક્કસ જવાબ આપતો તો મુશ્કેલ છે, પરંતુ પણ આપણે એ જાણી શકીએ છીએ કે, કેવી રીતે આર્થિક લાભ થઈ શકે છે. અગાઉના આયોજન અને અંદાજિત આવકના સ્ત્રોતમાંથી સંભવિત નાણાકીય લાભો દ્વારા આપણે જાણકારી મળી શકે છે. મોટા પાયે રમતગમતની ઘટનાઓમાંથી આવકની ગણતરી કરવી વધુ જટિલ છે, પરંતુ સીધી આવક ઉપરાંત સંકળાયેલા ઘણા પરિબળોને ધ્યાનમાં લેતા આપણે આવકના સ્ત્રોતો ઓળખી શકીએ છીએ.
સંભવિત આવક સ્ત્રોતો
આવકનું સૌથી મોટું સાધન સ્પોન્સરશિપ હોય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બન્ને કંપનીઓ ઘણીવાર આવી મોટી ઇવેન્ટ્સ માટે સ્પોન્સરશિપ સોદાઓમાં ભારે રોકાણ કરે છે. આ રમતોના ભંડોળ અને બ્રાન્ડ દૃશ્યતામાં નોંધપાત્ર વધારો કરે છે. આ ઉપરાંત આવકનો એક મોટો સ્ત્રોત બ્રોડકાસ્ટ રાઈટ્સ પણ હોય છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક્સને રમતોના પ્રસારણના અધિકારો વેચવાથી નોંધપાત્ર આવક થઈ શકે છે, કારણ કે આ ઇવેન્ટ્સ લાખો દર્શકો દ્વારા જોવામાં આવે છે.
આવકના બીજા સ્ત્રોતો
બીજો રસ્તો ટિકિટ વેચાણ થાય છે. અલગ-અલગ રમતો અને ઇવેન્ટ્સની ટિકિટ ખરીદનારા દર્શકો આયોજકોને સીધો નાણાકીય લાભ આપે છે. આ સાથે જ વસ્તુઓના વેચાણથી પણ સારી રેવેન્યુ થાય છે. કોમનવેલ્થ ગેમ્સના નામ પર ટી-શર્ટ, ટોપીઓ અને સ્મૃતિચિત્રો ખરીદતા ચાહકો આવકનો બીજો સ્ત્રોત પૂરો પાડે છે. આટલું જ નહી, આ રમતો પ્રવાસનને પણ નોંધપાત્ર રીતે વેગ આપી શકે છે.
ભારત અને દુનિયાભરના પ્રવાસીઓ અમદાવાદ આવશે, જેનાથી હોટલ, રેસ્ટોરન્ટ, સ્થાનિક પરિવહન અને અન્ય ક્ષેત્રોને ફાયદો થશે. નોંધનીય છે કે, આ સ્કેલની ઇવેન્ટ્સમાં ઘણીવાર નોંધપાત્ર માળખાગત સુવિધાઓ અને બાંધકામ ખર્ચનો સમાવેશ થાય છે. ઘણા કિસ્સાઓમાં આ ખર્ચ આવક કરતાં વધી શકે છે, જેના કારણે ચોખ્ખો નફો અનિશ્ચિત બને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














