ઈલેક્ટ્રોથર્મ કંપનીના MD ફરી વિવાદમાં, 10 વર્ષ બાદ ભાઈએ નોંધાવી ભાઈ વિરુદ્ધ ફરિયાદ

ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારી વિરુદ્ધ વધુ એક મુસીબતમાં ફસાયા છે. અગાઉ તેમના વિરુદ્ધ નોંધાયેલી ચાર ફરિયાદોમાં મેડિકલ ગ્રાઉન્ડ પર ધરપકડનો સ્ટે મેળવી લીધો છે

Updated By: Mar 10, 2021, 08:46 PM IST
ઈલેક્ટ્રોથર્મ કંપનીના MD ફરી વિવાદમાં, 10 વર્ષ બાદ ભાઈએ નોંધાવી ભાઈ વિરુદ્ધ ફરિયાદ

આશ્કા જાની/ અમદાવાદ: ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારી વિરુદ્ધ વધુ એક મુસીબતમાં ફસાયા છે. અગાઉ તેમના વિરુદ્ધ નોંધાયેલી ચાર ફરિયાદોમાં મેડિકલ ગ્રાઉન્ડ પર ધરપકડનો સ્ટે મેળવી લીધો છે પરતું તેના ભાઈએ 200 કરોડની લોન કૌભાંડની ફરિયાદ નોંધાવતા સાંતેજ પોલીસ ધરપકડનો તખ્તો તૈયાર કર્યો.

ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. સાંતેજ પોલીસ મથકે શૈલેષ ભંડારીના ભાઈ મુકેશ ભંડેરીએ 200 કરોડ રૂપિયાની લોન મેળવી છેતરપીંડી વિશ્વાસઘાત કરી પોતાની સતાનો દુરુપયોગ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ મથક પર નોંધાયેલી ફરિયાદ પર નજર કર્યે તો અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ ઇન્ડિયન ઓવર્સીસ બેકમાંથી વર્ષ 2010-11 માં 6-6 મહિના મુદ્દત માટે 200 કરોડ રૂપિયાની બે લોનો મેળવી હતી. જે લોન માટે કંપનીના સ્થાપક મુકેશ ભંડેરીની ખોટી સાઈન અને દસ્તાવેજ કરી શૈલેષ ભંડેરી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જે ગુનામાં શૈલેષ ભંડારી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો:- હાર્દિક પટેલને મોટો ઝટકો, કાયમી ગુજરાત બહાર જવાની અરજી ગુજરાત હાઇકોર્ટે નકારી

શૈલેષ ભંડારી વિરુદ્ધ એક નહિ પરંતુ પાંચ ફરિયાદો નોંધાઈ છે. જેમાં પ્રોહીબિશન,આર્મ્સ એક્ટ અને હવે છેલ્લી ફરિયાદ પરિવાર સાથે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં પોતાના ભાઈ મુકેશ ભંડારી આક્ષેપ કર્યા છે કે 30 એપ્રિલ 2011થી 19 મેં 2011 સુધી વિદેશ પ્રવાસે હતા તે સમય દરમિયાન પોતાના ભાઈ શૈલેષ ખોટા દસ્તાવેજો બનાવી ખોટા જમીનદાર મેળવી આ લોન મેળવી હતી. જેની સામે બેંક તરફથી રૂપિયા 315 કરોડની નોટિસ મોકલતા આ મામલો સામે આવ્યો હતો. મહત્વનું છે કે શૈલેષ ભંડારી વિરુદ્ધ અગાઉ વર્ષ 2019માં મુકેશ ભંડારીએ સીઆઇડીમાં વધુ એક છેતરપીંડી ફરિયાદ નોંધાવી હતી જેમાં પણ ખોટી સાઈન કરી લોન મેળવી હતી જેની તપાસ સીઆઇડી ક્રાઇમમાં થઈ રહી છે.

આ પણ વાંચો:- મોટેરા સ્ટેડિયમ બાદ ગુજરાતની વધુ ઈમારત સાથે PM મોદીનું નામ જોડવાની માંગ ઉઠી

મહત્વનું છે કે શૈલેષ ભંડારી વિરુદ્ધ અગાઉ 4 કેસમાં ધરપકડ પર સ્ટેટ લઈ બેઠા છે. જેની તપાસ ગાંધીનગર એલ.સી.બી કરી રહી છે...પરતું તેવા સમયે વધુ એક ફરિયાદ દાખલ થતા શૈલેષ ભંડારી કાયદાકીય મુશ્કેલીઓ વધી શકે છે. જો કે સતેજ પોલીસે શૈલેષ ધરપકડ કરતા અન્ય ગુનામાં પણ ધરપકડની શક્યતાઓ વધી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube