તંત્રના અનેક વિભાગો દ્વારા સસ્તા અનાજની દુકાન માલિકોની ખોટી રંજાડની રાવ

પોલીસ, સાયબર ક્રાઇમ સેલ અને રેવન્યુ વિભાગનાં અધિકારીઓ દ્વારા બોગસ રેશન કાર્ડ અને સોફ્ટવેરના મુદ્દે સસ્તા અનાજની દુકાનના માલિકોની ખોટી રંજાડ કરવામાં આવતી હોવાનો આક્ષેપો થઇ રહ્યા છે. ગાંધીનગર ખાતે મળેલી ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ શોપ્સ એસોસિએશનની કારોબારી બેઠકમાં કરવામાં આવ્યો. આગામી દિવસોમાં સરકાર સહિત ઉચ્ચ સ્તરે રજુઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરના સૌરાષ્ટ્ પટેલ શેક્ષણિક સંકુલ ખાતે એકત્ર થયેલા રાજ્યભરના આ સસ્તા અનાજની દુકાનના ધારકો સરકારની નીતિ કરતા પોલીસ કાર્યવાહી અને જિલ્લા તંત્રના રંજાડથી ચિંતિત છે.

Updated By: Jan 12, 2020, 06:21 PM IST
તંત્રના અનેક વિભાગો દ્વારા સસ્તા અનાજની દુકાન માલિકોની ખોટી રંજાડની રાવ

મૌલિક ધામેચા/ અમદાવાદ : પોલીસ, સાયબર ક્રાઇમ સેલ અને રેવન્યુ વિભાગનાં અધિકારીઓ દ્વારા બોગસ રેશન કાર્ડ અને સોફ્ટવેરના મુદ્દે સસ્તા અનાજની દુકાનના માલિકોની ખોટી રંજાડ કરવામાં આવતી હોવાનો આક્ષેપો થઇ રહ્યા છે. ગાંધીનગર ખાતે મળેલી ગુજરાત રાજ્ય ફેરપ્રાઇઝ શોપ્સ એસોસિએશનની કારોબારી બેઠકમાં કરવામાં આવ્યો. આગામી દિવસોમાં સરકાર સહિત ઉચ્ચ સ્તરે રજુઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરના સૌરાષ્ટ્ પટેલ શેક્ષણિક સંકુલ ખાતે એકત્ર થયેલા રાજ્યભરના આ સસ્તા અનાજની દુકાનના ધારકો સરકારની નીતિ કરતા પોલીસ કાર્યવાહી અને જિલ્લા તંત્રના રંજાડથી ચિંતિત છે.

ઉતરાયણ: પશુઓ માટે સંવેદનશીલ સરકાર, 124 ડોક્ટર્સ અને 1469 વોલેન્ટિયર્સ ખડેપગે

અમરેલી પોલીસ, અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ અને જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા થઈ રહેલી હેરાનગતિ બંધ થાય તે માટે ઉચ્ચ સ્તરે રજુઆત તથા હાઇકોર્ટ સહિત કાનૂની કાર્યવાહી માટે તખ્તો ઘડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મીટીંગ કમિશનમાં વધારો, સોફ્ટવેરમાં પ્રોબ્લેમ, સર્વરમાં ખામી સહિતના 13 મુદ્દાઓ અંગે આજની કારોબારીમાં ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. સસ્તા અનાજની દુકાનના માલિકો આજની બેઠક બાદ આગામી દિવસોમાં પોતાની લડત ઉગ્ર બનાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube