મુસ્તાક દલ/જામનગર: રવિવારે યોજાયેલી TATની પરીક્ષામાં શહેરમાં એક સ્થળે પેપર લીક થયો હોવના અહેવાલ મળી રહ્યા છે. જામનગરમાં સત્યસાંઇ વિદ્યાલયના કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ દ્વારા પેપરનું બંચ ખુલ્લુ જોતા પરીક્ષાર્થીઓ દ્વારા પરીક્ષાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રના સંચાલક વિરૂદ્ધ ફરિયાદ નોધાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે, કે પ્રશ્ન પેપરના બંચનું સીલ થો઼ડું લીક હોવાનો વહીવટી તંત્રએ એકરાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાટની પરીક્ષામાં પેપર લીક થવાની સાથે જ પરીક્ષાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સંચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ઘરવામાં આવી છે.ત્યારે કેન્દ્ર સંચાલકના મોબાઇલ, સીસટીવી ફુટેજ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પેપરમાં હોબાળો થવાના મુદ્દે કેન્દ્રના સંચાલકો વિરૂદ્ધ ગંભીર અને આકરા પગલા લેવામાં આવશે.


ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યું તો હવે ખેર નથી, થઇ શકે છે આવી સજા


પેપર લીક થયું હોવાની એક્ઝામ કોઓર્ડિનેટર એસ.જે.ડુમરાણીયાએ આપી સત્તાવાર માહિતી આપી હતી. મહત્વનું છે, અગાઉ પણ લોકરક્ષક દળનું પેપર લીક થવાને કારણે પણ વિવાદ સર્જાયો હતો. અને પેપર લીક થતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. એલઆરડીની પરીક્ષા ફરી યોજી તેની પરીક્ષા લેવામાં આવી હતી. અને પેપર લીક કરનાર તમામ લોકોની ધરપકડ કરી દેવામાં આવી હતી.