)
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો...પ્રથમ દિવસે પ્રશ્નોતરી કાળબાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સત્ર મુલતવી રાખવામાં આવ્યું હતુ...જો કે કૉંગ્રેસના સભ્યોએ વિધાનસભાની બહાર હાથમાં પોસ્ટરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા...અને વિધાનસભાનો ઘેરાવો કરવાનો પ્રયાસ કર્યો હતો...
આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસું સત્ર મળ્યુ....સત્રના પ્રથમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી...વિધાનસભામા ગૃહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી...અંજલિબેન રૂપાણી, તેમજ તેમના પુત્ર ઋષભ રૂપાણી સહિત ભાજપના નેતાઓએ વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી...વિધાનસભા પોડીયમ ખાતે વિજય રૂપાણીનીં ચલચિત્ર અનાવરણ કરવામાં આવ્યુ હતુ.
સત્રને લઈ સરકારને ઘેરવા માટે કૉંગ્રેસે રણનીતિ બનાવી...વિધાનસભા બહાર કૉંગ્રેસના ધારાસભ્યોએ મંત્રી બચુ ખાબડને લઈ વિરોધ કર્યો...અને મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગણી કરી હતી....કૉંગ્રેસના નેતાઓએ હાથમાં પોસ્ટર સાથે વિરોધ કર્યો હતો..
વિધાનસભા સત્રમાં પ્રજાના પ્રશ્નોનો પર કોઈ પણ પ્રકારની ચર્ચા ન થાય તેવા સરકાર પ્રયાસ કરતી હોવાનો કૉંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યા છે....રાજ્યમાં અતિવૃષ્ટી, તેમજ તુટેલા રસ્તાને લઈ કૉંગ્રેસે ચર્ચા કરવાની માંગ કરી છે...પરંતુ સરકાર આ બાબતે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા માંગતી ન હોવાની તુષાર ચૌધરીએ વાત કરી.
આ તરફ વિસાવદરથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઈટાલીએ પ્રથમ વખત વિધાનસભા સત્રમાં હાજરી આપી હતી..ગોપાલ ઈટાલીયાએ વિધાનસભા સત્રમાં પૂરક પ્રશ્ન પૂછ્યો હતો.
ત્રણ દિવસના વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે કોઈ કામગીરી કરવામાં આવી નથી...જો કે હવે માત્ર બે દિવસ સુધીનું વિધાનસભાનું સત્ર બાકી છે...ત્યારે આવતીકાલે મળનારુ વિધાનસભાનું સત્ર તોફાની બને તેવે શક્યતા દેખાઈ રહી છે.