)
Junagadh News ; એક તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના નેતાઓના ક્લાસ લઈ રહ્યા છે, તો બીજી તરફ અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત ન આવતાં હાઈકમાન્ડ લાલઘૂમ થઈ હતી. કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરીની ગંભીરતાથી નોંધ લેવાઈ છે. અને પ્રતાપ દૂધાતને પ્રમુખ પદ તરફથી હાંકી કાઢવાનો નિર્ણય લેવાયો છે.
જુનાગઢમાં આયોજિત કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરી જોવા મળી. કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાત કોંગ્રેસના કાર્યક્રમમાં ગેરહાજર જોવા મળ્યા. ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રતાપ દુધાતની ગેરહાજરીની ગંભીરતા નોંધ લીધી છે. અગાઉની શિબિરમાં પણ પ્રતાપ દુધાત હાજર ન રહ્યા હતા.
પ્રતાપ દૂધાતનું પદ છીનવાશે
ત્યારે આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે, કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે તેમને પ્રોત્સાહન મળશે. જે લોકો કામ નહિ કરે તેની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે. પ્રતાપ દૂધાતના સ્થાને કોંગ્રેસ નવા પ્રમુખની નિમણૂંક કરાશે.
તો પ્રતાપ દૂધાતની ગેરહાજરી પર લાલજી દેસાઈએ જણાવ્યું કે, આ અમારી આંતરિક બાબત છે. પ્રતાપ દુધાતે વિધીવત રજા ચિઠ્ઠી મૂકી છે. મલ્લિકા અર્જુન ખડગે અમારા વડીલ છે. વડીલ તરીકે જે ટકોર કરી તે સ્વીકાર્ય છે. સંગઠન મજબૂત કરવા કામ કરવું જ પડશે. જિલ્લા અધ્યક્ષો જે કામ કરે છે તેની માહિતી દિલ્હીથી લેવામાં આવે છે. સંગઠન મજબૂત કરવા લોકો સુધી જવું પડશે અને લોકોના દિલ જીતવા પડશે.
જો કે જિલ્લા પ્રમુખની નિમણૂંક બાદ તાલુકા સંગઠનની પણ પ્રતાપ દૂધાતે નિમણૂંક નથી કરી. ત્યારે પ્રતાપ દૂધાતની ગેરહાજરી પર અનેક સવાલો પેદા થઈ રહ્યાં છે.
આજે રાહુલ ગાંધી જુનાગઢમાં
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે. ગિરનાર તળેટી ખાતે ચાલી રહેલી કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરમાં તેઓ હાજ રહેશે. બપોરે ૧-૧૫ વાગ્યે કેશોદ એરપોર્ટ ખાતે પહોંચશે. બપોરે ૨-૩૦ વાગ્યે જુનાગઢ પહોંચશે. તેઓ ગુજરાત કોંગ્રેસના 41 જિલ્લા-મહાનગરના પ્રમુખોને માર્ગદર્શન આપશે. રાહુલ ગાંધીનું કાળવા ચોક ખાતે ભવ્ય સ્વાગત કરાશે. રાહુલ ગાંધીના આગમનને લઈને જુનાગઢમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. રાહુલ ગાંધી જુનાગઢથી પોરબંદર જવા રવાના થશે.
કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ કહ્યું કે, 2027ની ચૂંટણીને લઈને તૈયારીઓના ભાગ રૂપે પ્ર-શિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે. આજે રાહુલ ગાંધી પણ પ્રશિક્ષણ શિબિરમાં શહેર અને જિલ્લાનાં અધ્યક્ષો વચ્ચે તાલીમ લેશે. ગુજરાતમાં સંગઠન જિલ્લા કક્ષા સુધી મજબૂત કરવામાં આવશે.
કોંગ્રેસના નેતાઓનો ક્લાસ લેવાયો
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં છે. ગિરનારની તળેટીમાં પ્રેરણાધામમાં પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયુ છે. કોંગ્રસના પ્રશિક્ષણ વર્ગમાં રાજ્યભરના શહેર અને જિલ્લાના પ્રમુખો ઉપસ્થિત રહ્યાં છે. આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેમાં વોટચોરી, ખેડૂતોના પ્રશ્નો અને પ્રવર્તમાન મુદ્દાઓ લોકો સુધી પહોંચાડવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરાશે.
પરર્ફોમન્સ બતાવવા અલ્ટીમેટમ અપાયું
ત્યારે જુનાગઢ ખાતેના પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ લીધાં નેતાઓના ક્લાસ લીધા હતા. કોંગ્રેસના પ્રમુખોને પરફોર્મન્લ બતાવવા અલ્ટિમેટમ આપ્યું. નવી નિમણૂકમાં 9 જેટલા પ્રમુખોની કામગીરી સામે કેન્દ્રીય નેતૃત્વએ નારાજગી વ્યક્ત કરી. હોદ્દા લઇને ઘરે બેસી રહેશો તે નહિ ચાલે તેવો સ્પષ્ટ સંદેશ ખડગેએ નેતાઓને આપ્યો. સાથે જ સત્તા અને જીત મળે કે ન મળે પરંતુ સંગઠન મજબૂત બને તેવા પ્રયત્નો કરવા ટકોર કરી.
પ્રમુખોને 90 દિવસનું અલ્ટિમેટમ અપાયું
મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત કોંગ્રેસના 9 જેટલા પ્રમુખોની કામગીરીને બિરદાવી. દેવભુમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લા પ્રમુખોની કામગીરીથી પાર્ટી સંતુષ્ટતા ગણાવી. બીજા ક્રમે 13 થી 14 પાર્ટી પ્રમુખોને બિરદાવ્યા. નબળી કામગીરી ધરાવતા જિલ્લા પ્રમુખોને 90 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું. યોગ્ય કામગીરી નહિ બતાવે તો હોદ્દા પરથી દૂર કરવા સુધીની પાર્ટીએ તૈયારી કરી. પ્રમુખોની કામગીરીનું સીધુ મોનિટરીંગ દિલ્લી કેન્દ્રીય નેતૃત્વમાંથી ચાલી રહ્યું છે તેવું ખડગેએ જણાવ્યું.