બનાસકાંઠા: કોંગ્રેસે 7 બેઠક પર ઉમેદવારોને ફોન કરીને મેન્ડેટ આપ્યાં

કોંગ્રેસ પક્ષે આજે અલગ  અલગ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યાં.

Updated By: Nov 26, 2017, 12:35 PM IST
બનાસકાંઠા: કોંગ્રેસે 7 બેઠક પર ઉમેદવારોને ફોન કરીને મેન્ડેટ આપ્યાં
ફાઈલ તસવીર

બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો વધતો જાય છે. રાજકીય પક્ષોની એક પછી એક યાદીઓ જાહેર કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પક્ષે આજે અલગ  અલગ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યાં. જો કે કોંગ્રેસે ટેલિફોન કરીને ઉમેદવારોને નામ અંગે જાણ કરી મેન્ડેટ આપ્યાં હોવાનું જાણવા મળ્યું છે. જેમાં કરજણ, છોટા ઉદેપૂર, બનાસકાંઠાની બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરાયા છે. 

મળતી માહિતી મુજબ કોંગ્રેસે બનાસકાંઠાની 7 બેઠકો માટે ઉમેદવારોને ફોન કરીને જાણ કરી છે. જેમાં વડગામ, પાલનપુર, ધાનેરા, ડીસા, દાંતા બેઠકના સીટિંગ ઉમેદવારોને જાણ  કરવામાં આવી છે. થરાદમાં યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપુતને ફોન દ્વારા જાણકારી આપવામાં આવી છે. 

કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા નામોમાં કરજણમાંથી અક્ષય પટેલ, પાદરાથી જયપાલ સિંહ પઢિયાર, ડભોઈમાં સિદ્ધાર્થ પટેલ, પ્રાતિંજમાં મહેન્દ્ર બારૈયા, ખેડેબ્રહ્માથી અશ્વીન કોટવાલ, મહેસાણામાં જીવાભાઈ  પટેલ, ડીસામાં ગોવાભાઈ દેસાઈ, વડગામથી મણિભાઈ વાઘેલા, પાલનપુરમાં મહેશ પટેલ, થરાદમાં ગુલાબસિંહ રાજપુત, વાવમાં ગેનીબેન ઠાકોર, કાંકરેજથી ધારસિંહ ખાનપરા, ધાનેરામાં જોઈતા પટેલને સમાવાયા છે. 

એવી પણ માહિતી મળી છે કે કાંકરેજ બેઠક પરથી ધારસિંહ ખાનપુરાની ટિકિટ કપાઈ શકે છે. દાંતા ના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને પણ ફોન દ્વારા ઉમેદવારીની જાણ કરાઈ છે.