કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ભાજપ બારડોલી સાંસદ પ્રભુ વસાવા કોરોના પોઝિટિવ
ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી . આ ઉપરાંત બારડોલીના ભાજપના સાંસદ પ્રભુ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના અંગે માહિતી આપતા શક્તિસિંહે ટ્વીટ કરીને માહિતી આપી હતી. સિંહે જણાવ્યું કે, આજે મે કોરોના RT PCR ટેસ્ટ કરાવ્યો હતો. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું કે, આપ સૌની શુભકામનાઓ મારી સાથે છે, જેથી હવે કોરોના સાથે પણ લડી લઇશ. ચિંતાનું કોઇ કારણ નથી. આ સિવાય બારડોલીના ભાજપના સાંસદ પ્રભુ વસાવાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે. તેમની સારવાર ચાલી રહી છે. તેમણે અપીલ કરી છે કે, તેમના સંપર્કમાં આવેલા લોકો પણ કોરોના ટેસ્ટ કરાવે તે જરૂરી છે.
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી . આ ઉપરાંત બારડોલીના ભાજપના સાંસદ પ્રભુ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના અંગે માહિતી આપતા શક્તિસિંહે ટ્વીટ કરીને માહિતી આપી હતી. સિંહે જણાવ્યું કે, આજે મે કોરોના RT PCR ટેસ્ટ કરાવ્યો હતો. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું કે, આપ સૌની શુભકામનાઓ મારી સાથે છે, જેથી હવે કોરોના સાથે પણ લડી લઇશ. ચિંતાનું કોઇ કારણ નથી. આ સિવાય બારડોલીના ભાજપના સાંસદ પ્રભુ વસાવાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે. તેમની સારવાર ચાલી રહી છે. તેમણે અપીલ કરી છે કે, તેમના સંપર્કમાં આવેલા લોકો પણ કોરોના ટેસ્ટ કરાવે તે જરૂરી છે.
બીજા રાજ્યોમાં ભલે હોય પ્રતિબંધ, ગુજરાતીઓ મોજથી ફોડશે ફટાકડા, કાલે થઇ શકે છે સત્તાવાર જાહેરાત
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલને કચ્છની માંડવી બેઠક પરથી પરાજય થયો હતો. આ બેઠક પર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા 9046 મતથી વિજય થયો હતો. શક્તિસિંહ ગોહિલ ભાવનગર દક્ષિણ બેઠક પરથી 1990, 1995, 2007ની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2012ની ચૂંટણીમાં તેમની પરાજીત થયા 2014ની પેટાચૂંટણી કચ્છની અબડાસા બેઠક પરતી લડીને ચૂંટાયા હતા. ગુજરાતના મંત્રીમંડળમાં સૌઓથી નાની વયે (32 વર્ષ) તેઓ મંત્રી બન્યા હતા. 1991થી 95 વચ્ચે તેઓ શિક્ષણ, સ્વાસ્થય અને નાણા મંત્રાલય જેવા વિભાગો સંભાળ્યા હતા. તેઓ ખુબ જ અભ્યાસુ નેતા તરીકેની છબી ધરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube