અમ્મા અને અન્નપૂર્ણા થાળી બાદ હવે 'ઈન્દિરા કેન્ટીન'નો વારો, 10 રૂ.માં મળશે ભોજન

તામિલનાડુમાં જયલલિતાના સમયમાં અમ્મા કેન્ટીન શરૂ કરવામાં આવી હતી. હવે આ કેન્ટીન ધીરે ધીરે અલગ અલગ નામોથી અન્ય રાજ્યોમાં પ્રસરી રહી છે.

  • 10 રૂપિયામાં ઉપલબ્ધ કરાવાશે ઈન્દિરા થાળી
  • તામિલનાડુ અને યુપીમાં અમ્મા અને અન્નપૂર્ણા થાળી ચાલે છે.
  • પેટ્રોલ ડીઝલના ભાવ 10 રૂપિયા ઘટાડવાની કોંગ્રેસની જાહેરાત

Trending Photos

અમ્મા અને અન્નપૂર્ણા થાળી બાદ હવે 'ઈન્દિરા કેન્ટીન'નો વારો, 10 રૂ.માં મળશે ભોજન

અમદાવાદ: તામિલનાડુમાં જયલલિતાના સમયમાં અમ્મા કેન્ટીન શરૂ કરવામાં આવી હતી. હવે આ કેન્ટીન ધીરે ધીરે અલગ અલગ નામોથી અન્ય રાજ્યોમાં પ્રસરી રહી છે. આ અંતર્ગત 10 રૂપિયામાં થાળી આપીને ગરીબોને ભોજન પૂરું પાડવામાં આવે છે. થોડા સમય પહેલા યુપીમાં સત્તામાં આવ્યાં બાદ ભાજપે આ જ પ્રકારે અન્નપૂર્ણા થાળી પરોસવાની વાત કરી હતી. હવે ગુજરાતમાં પણ ચૂંટણી નજીક છે જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ જ રીતે 10 રૂપિયામાં ગરીબોને ભરપેટ ભોજન ઉપલબ્ધ  કરાવવા માટે ઈન્દિરા કેન્ટીન શરૂ કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે સોમવારે જારી કરેલા ચૂંટણી ઢંઢેરામાં આ વચન આપ્યું છે. 

કોંગ્રેસનું ઘોષણાપત્ર

આ સાથે જ કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પાટીદારોને આપેલા વચન મુજબ ઓબીસીની તર્જ પર નબળા સમુદાયો માટે વિશેષ શ્રેણી અનામત અને કૃષિના દેવા માફ કરવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે હાર્દિક પટેલના નેતૃત્વવાળી પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે કોંગ્રેસની ચૂંટણી ડીલમાં પાર્ટીએ પટેલોને વિશેષ શ્રેણીમાં અનામત અને ઓબીસી કોટાના તમામ લાભો આપવાનું વચન આપ્યું છે. ગુજરાતમાં સત્તામાં આવવાના પ્રયત્નમાં લાગેલી કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં સમાજના અલગ અલગ વર્ગો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી પ્રભારી અશોક ગહલોત અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ આ ઘોષણાપત્ર જારી કર્યો. 

પાર્ટીએ સરકારી પદો જે હાલ ખાલી છે તે તમામને ભરવા અને અનુબંધ તથા ફિક્સ પગાર પ્રણાલીઓને તથા નોકરીઓનું આઉટસોર્સિંગ ખતમ કરવાનું પણ વચન આપ્યું છે. કોંગ્રેસે ઉચ્ચ જાતિઓના વંછીતોના શૈક્ષણિક તથા આર્થિક વિકાસ માટે આર્થિક રીતે પછાત વર્ગ આયોગની રચનાનું વચન પણ આપ્યું છે. ખેડૂતો માટે પાર્ટીએ 16 કલાક વીજળી પૂરવઠો આપવાની તથા સંશોધિત જમીન સંપાદન કાયદો રદ કરવાનું વચન આપ્યું છે. 

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની 10 મહત્વની વાતો

1. ગુજરાતના 25 લાખ બેરોજગાર યુવાઓ માટે 32000 હજાર કરોડનું પેકેજ ફાળવશે.  દરેક બેરોજગારી યુવાને 4000 રૂપિયા ભથ્થુ આપવામાં આવશે. 
2. ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પર ભરતી બંધ કરવામાં આવશે. હાલ જે લોકો કરાર પર સરકાર માટે કામ કરી રહ્યાં છે તેમને સ્થાયી કરવામાં આવશે. 
3. મહિલાઓ ઉપર થતા ગુનાઓને નિપટવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. 
4. હાયર એજ્યુકેશનના વિદ્યાર્થીઓને સ્માર્ટફોન આપવામાં આવશે. 
5. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવશે. 
6. રાજ્યોમાં વીજળીના દરો અડધા કરવામાં આવશે. 
7. પાટીદાર સમાજના લોકોને શિક્ષા અને નોકરીમાં બરાબર તકો પૂરી પાડવામાં આવશે. 
8. એસસી, એસટી અને ઓબીસીમાં મળી રહેલી અનામતમાં કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં.
9. ખેડૂતોને 16 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે.
10. ખેડૂતોને વધુમાં વધુ લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news