ગોંડલના હાઈવોલ્ટેજ ડ્રામા પર કોંગ્રેસનો જવાબ, આંતરિક લડાઈમાં ભાજપનું ગેંગવોર ચાલી રહ્યું છે

Ganesh Gondal Vs Alpesh Kathiriya : રાજકોટનાં ગોંડલમાં યોજાયો કોંગ્રેસનો કાર્યક્રમ... પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું, કોંગ્રેસમાં નવા હોદ્દેદારોની કરાશે નિમણૂંક... જયરાજસિંહ જાડેજાએ કરેલા આક્ષેપ કહ્યું, ગુજરાતભરમાં ભાજપની આંતરિક લડાઈને લઈને ભાજપનું ગેગવોર

ગોંડલના હાઈવોલ્ટેજ ડ્રામા પર કોંગ્રેસનો જવાબ, આંતરિક લડાઈમાં ભાજપનું ગેંગવોર ચાલી રહ્યું છે

Gondal News : ગોંડલમાં અલ્પેશ કથીરિયાના થયેલા વિરોધનો મામલો રવિવારે ટોકિંગ પોઈન્ટ બની રહ્યો. આ કાર્યક્રમ કોંગ્રેસ પ્રેરિત હોવાનો આક્ષેપ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કર્યો હતો. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપોને ફગાવ્યા છે. ગુજરાત ભાજપમાં આંતરિક લડાઈ હોવાનો અને ભાજપમાં ગેંગવોરનો અમિત ચાવડાએ વળતો જવાબ આપ્યો. 

ગોંડલમાં કોંગ્રેસનો સંગઠન સુજન અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમિત ચાવડાએ કોંગ્રેસ દ્વારા ભાજપના અંગ્રેજો પ્રજાને લૂંટવાની પ્રયાસો કરી તેમની સામે લાંબી લડાઈ લડવાનું પણ નિવેદન આપ્યું. સાથે જ ગોંડલમાં અલ્પેશ કથીરીયાના આગમન વેળાએ વિરોધ વચ્ચે કારમાં તોડફોડને લઈને અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કાર્યક્રમ કોંગ્રેસ પ્રેરિત હોવાના કરેલા આક્ષેપો સામે અમિત ચાવડાએ વળતો જવાબ આપ્યો. 

Add Zee News as a Preferred Source

અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતભરમાં ભાજપની આંતરિક લડાઈને લઈને ભાજપનું ગેંગવોર ચાલી રહ્યું છે. કથળતી જતી કાયદો અને વ્યવસ્થાને લઈને ગૃહમંત્રીએ રાજીનામુ આપવુ જોઈએની માંગ અમિત ચાવડાએ કરી છે. 

રવિવારે ગોંડલમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રાજકોટથી અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચ્યા હતા. જેમાં પાટીદાર યુવકોએ અલ્પેશ કથીરિયાનું સ્વાગત કર્યું હતું. ગણેશ ગોંડલનો પડકાર ઝીલી કથીરિયા ગોંડલ પહોંચ્યા હતા. જય સરદારના નારા સાથે અલ્પેશનું સ્વાગત કરાયું હતું. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે વિરોધનું લોકશાહીમાં સ્વાગત છે. ગોંડલમાં દર્શન કરવા માટે આવ્યા છીએ. ગોંડલમાં તમામ લોકો ભયમાં રહે છે.

ગુજરાતના આ સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા નથી, એવી ભીડ થઈ કે ટિકિટ કાઉન્ટર બંધ કરાયા
 
તો એક બાજુ અલ્પેશનું સ્વાગત, અને બીજી બાજુ મોટાપાયે તેનો વિરોધ કરાયો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચ્યા હતા. જ્યાં તેમની ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે ગોંડલમાં ખરેખર મિર્ઝાપુર છે તે સાબિત થયુ છે. અમારી ગાડી પર પથ્થરમારો કરાયો છે. 

તો બીજી બાજુ, ગણેશ જાડેજાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ગોંડલની જનતાએ અલ્પેશ કથીરિયાને જવાબ આપી દીધો છે. ડર કે બંદૂકની અણીએ આટલા બધા લોકો ભેગા ન થઈ શકે. ગોંડલમાં કોઈ ડરનો માહોલ નથી મારા ઘરની બહાર 3000 લોકોનો મેળાવડો છે. 

કોઈ અણબનાવ ન બને તે માટે ગોંડલ પોલીસ દ્વારા અલ્પેશ કથીરિયાનો રૂટ ડાયવર્ટ કર્યો હતો. આ તરફ, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલાની આગળ સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ઘર્ષણ ન થાય તે માટે અલ્પેશ કથીરિયાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા અને જીગીશા પટેલ ગોંડલમાં ફર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news