કોંગ્રેસ 14 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં અટવાઇ

ગુજરાત લોકસભા ચૂંટણીને લઇને રાજ્યની 26 બેઠકો પર કોંગ્રેસ દ્વારા 12 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે હજુ રાજ્યની 14 બેઠકો પર ઉમેદવારોના નામ કરવાના બાકી છે.

કોંગ્રેસ 14 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં અટવાઇ

અમદાવાદ: ગુજરાત લોકસભા ચૂંટણીને લઇને રાજ્યની 26 બેઠકો પર કોંગ્રેસ દ્વારા 12 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે હજુ રાજ્યની 14 બેઠકો પર ઉમેદવારોના નામ કરવાના બાકી છે. ત્યારે કોંગ્રેસ આ 14 બેઠકો પર જ્ઞાતીના સમીકરણ અને દાવેદારોમાં અટવાઇ હોવ તેવું જોવા મળી રહ્યું છે. 

ગુજરાત લોકસભાની ચૂંટણીને લેઇ કોંગ્રેસ દ્વારા 12 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરાવમાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ આ 14 બેઠકો પર જ્ઞાતીના સમીકરણ અને દાવેદારોમાં અટવાઇ છે. કોંગ્રેસ દાવો કર્યો હતો કે ઉમેદવારોના નામ મોડા જાહેર કરાવમાં આવશે. રાજ્યની બારડોલી, સુરત, ખેડા, અમરેલી, ભાવનગર, મહેસાણા, બનાસકાઠા, સાબરકાઠા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, જામનગર, દાહોદ, ભરૂચના ઉમેદવારોની જાહેરત કરવાની બાકી છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 20 બેઠકોના ઉમેદવારોના નામ પર સીઇસી બેઠકમાં ચર્ચા થઇ છે. જેમાંથી ગઇકાલે 7 બેઠકો પરથી ઉમેદવારોના નામ જાહેર થવાના હતા. પરંતુ બારડોલી બેઠકને બાદ કરતા 6 બેઠકના ઉમેદવારોનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news