અફીણનું લાઈસન્સ માંગવાની વાત કરીને બરાબરના ભરાયા ભાજપના ધારાસભ્ય, વિવાદિત વીડિયો વાયરલ

BJP MLA Shamji Chauhan Controversial Statement : ભાજપના ધારાસભ્યનો વિવાદિત વીડિયો વાયરલ... અફીણનું લાઇસન્સ આપો નહીંતર સુરેન્દ્રનગરની બેઠક જીતવા નહીં દઈએ
 

અફીણનું લાઈસન્સ માંગવાની વાત કરીને બરાબરના ભરાયા ભાજપના ધારાસભ્ય, વિવાદિત વીડિયો વાયરલ

Chotila MLA Gets Embroiled In Opium Lions Issue : ભાજપના ચોટીલાના ધારાસભ્ય અફીણ લાઈસન્સ મુદ્દે બોલીને બરાબરના ભેરવાયાં છે. શામજી ચૌહાણે પહેલા કહ્યું કે, અફીણનું લાઇસન્સ આપો નહીંતર સુરેન્દ્રનગરની બેઠક જીતવા નહીં દઈએ. બાદમાં હિત શત્રુઓએ અધૂરો વીડિયો વાઈરલ કર્યો હોવાની વાત કરી. આમ, મૂળીના ગઢડામાં કરેલા વાણીવિલાસ બાદ પોતાનો બચાવ કર્યો. 

સરકાર પાસે અફીણનું લાઈસન્સ માંગ્યું 
ચોટીલાના ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે મુળીના ગઢડા ખાતે આયોજીત એક ધાર્મિક પ્રસંગમાં અફીણના બંધાણીઓને પ્રોત્સાહન આપ્યુ હતું. મુળી તાલુકાના ગઢડા ગામે ધાર્મિક પ્રસંગ આવેલા ચોટીલા શામજી ચૌહાણ ધારાસભ્યએ જાહેરમાં આપ્યું વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જાહેરમાં અફીણના બંધાણીઓને શીખ આપી કે, સરકાર પાસે અફીણના લાઇસન્સ માંગો. અફીણના બંધાણીઓને સંગઠિત બની સરકાર સામે મોરચો માંડવા વાત કરી હતી. 500 બંધાણી ભેગા થઈને કહે કે એક પણ સુરેન્દ્રનગરના ધારાસભ્યની સીટ જીતવા નહીં દઈએ તો સરકાર અફીણ માટે લાયસન્સ ની વ્યવસ્થા કરી આપે તેવું તેમણે લોકોને જણાવ્યું હતું. 

લાઈન્સ નહિ તો સુરેન્દ્રનગરની બેઠક નહિ જીતવા દઈએ
ખુદ ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવાની શીખ આપવા કહ્યું કે, 500 જણાં ભેગા થાઓ એટલે સરકાર આપોઆપ અફીણના લાઇસન્સ આપી દેશે. શામજી ચૌહાણ આટલેથી અટક્યાં ન હતાં. તેમણે એવી ચિમકી પણ ઉચ્ચારી કે, જો સરકાર અફીણના લાઇસન્સ નહીં આપે તો, સુરેન્દ્રનગરની બેઠક ભાજપને જીતવા નહીં દઈશુ. 

બોલીને ફરી ગયા ધારાસભ્ય
અફીલનું લાઈસન્સ માંગનારા ધારાસભ્યનો વિવાદ થતા તેઓ બોલીને ફરી ગયા હતા. તેમણે આ અંગે કહ્યું કે, 12થી 15 વર્ષ પહેલા આ વિસ્તારમાં પોશડોડાના લાયસન્સ હતા. પોશડોડાના લાયસન્સ રદ થયાની લોકોની ફરિયાદ હતી. મે રજૂઆત સાંભળી લોકોને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. મારો વીડિયો એડિટ કરીને રજૂ કરાયો છે. બંધાણીઓના લાયસન્સ મુદ્દે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. મારો વીડિયો વિરોધ પક્ષે એડિટ કરીને રજૂ કર્યો છે.

શાસક પક્ષના જ ધારાસભ્યની હાંકલને લઈ અનેક તર્ક- વિતર્ક શરૂ થયા હતા. સવાલ ઉભો થઇ રહ્યો છે કે શામજીભાઈ કેમ નશાને સમર્થન આપી રહ્યા છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news