ધર્મના નામે ધતિંગ અને ધર્માંતરણ, આદિવાસીઓ અને ગરીબ લોકોને બનાવવામાં આવે છે ટાર્ગેટ

દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણનો મુદ્દો ચર્ચામાં છે. આદિવાસીઓ અને ગરીબોનું ધર્માંતરણ કરાવવા માટે મિશનરીઓ કાર્યરત છે. અહીં અનેક લોકોએ ધર્મપરિવર્તન પણ કરી લીધું છે. ત્યારે તમે પણ જાણો શું છે સમગ્ર ઘટના અને કેવી રીતે ચાલે છે આ ખેલ... 
 

 ધર્મના નામે ધતિંગ અને ધર્માંતરણ, આદિવાસીઓ અને ગરીબ લોકોને બનાવવામાં આવે છે ટાર્ગેટ

તાપીઃ ધર્મના નામે ધતિંગ અને લોભ-લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. ખાસ ભોળા આદિવાસી અને ગરીબ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આ ધંધો એટલો ફેલાયો છે કે આખે આખા ગામ સાફ થવા લાગ્યા છે. બંધારણમાં મળેલી છૂટનો ખોટો ઉપયોગ કરી બેફામ રીતે ધર્માંત્તરણનો ખેલ ચાલી રહ્યો છે. તેના જ કારણે તાપી જેવો કુદરતી સંપદાથી ભરપુર જિલ્લો રેડ ઝોનમાં આવી ગયો છે...હિન્દુ વિસ્તારમાં ખુલ્લેઆમ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે, કહેવાતા હિન્દુ નેતાઓ અને સરકાર નરી આંખે નિહાળતી હોવા છતાં ધુતરાષ્ટ્ર બનેલી છે...ત્યારે તાપી ધર્મના નામે ધતિંગનો કેવો ચાલી રહ્યો છે ખેલ?...જુઓ આ અહેવાલમાં....

કોઈ આ ધતિંગ અને ધર્મના નામે હિન્દુ વિસ્તારમાં થતાં પ્રચારને રોકો. કહેવાતા હિન્દુ નેતાઓ, હિન્દુ ધર્મના રક્ષકો અને હિન્દુત્વની વાતો કરનારા જાગો...જો નહીં જાગો તો હિન્દુસ્તાનમાં હિન્દુત્વનું નામો નિશાન નહીં રહે...જુઓ આ દ્રશ્યો કેવી રીતે ખુલ્લેઆમ, કોઈ પણ રોકટોક વગર અને કોઈ ડર વગર ધર્માંતરણનો ખેલ ચાલી રહ્યો છે. ધર્માંતરણના ખેલનો આ પહેલો પડાવ છે. પોતાના ધર્મની સારી સારી વાતો કરીને લોકોને ફોસલાવાના, પછી લોભ-લાલચ આપી પોતાના ધર્મમાં મિલાવી દેવાના...આ પ્રથમ પ્રયાસને જ ડામી દેવાની જરૂર છે...પણ ડામવાની વાત તો દૂર આ ધંધો સતત આગળ જ વધી રહ્યો છે..

ધર્માંતરણનો મોટો ખેલ!
ખુલ્લેઆમ ખ્રિસ્તી પ્રચાર
કોઈ રોકનારુ નથી આમને?
કોણ રોકશે આવા તત્વોને?
ધર્મની રક્ષા કોણ કરશે?
મિશનરી એક્શન મોડમાં

ખ્રિસ્તી ધર્મનો હિન્દુવસ્તી વાળા વિસ્તારમાં ખુલ્લેઆમ પ્રચાર કરતો આ શખ્સ કોણ છે તેની કોઈને ખબર નથી...આ શખ્સ એકલો નથી તેની સાથે આખી ટોળકી છે. તે ટોળકી લઈને અંતરિયાળ અને પછાત વિસ્તારમાં જાય છે...પોસ્ટર, પ્લેમપ્લેટ વહેંચે છે...અને સામેવાળાનો ફોન નંબર લઈને તેને ખ્રિસ્તી ધર્મની જાળમાં ફસાવે છે...તાપી જિલ્લાના અનેક ગામ તો ફોસલાઈ ગયા છે અને જિલ્લો રેડ ઝોનમાં આવી ગયો છે...આ જ ક્રિશિયન મિશનરીએ ઉકાઈ તાલુકામાં ડેરા નાંખ્યા છે...ધર્માતંરણની ટોળકી ઉકાઈના પાથરડા કોલોનીમાં ઘૂસી રહી હતી ત્યાં જ જાગૃત હિન્દુઓએ તેમને પકડી પછી જુઓ શું થયું?...

મિશનરીની ટોળકી 
ગામડામાં નાંખ્યા ડેરા 
ખ્રિસ્તી ધર્મનો પ્રચાર 
જાળમાં ફસાવતા લોકો
આ તત્વોથી ચેતજો
ધર્મના નામે ધતિંગનો ખેલ
ઉકાઈમાં ઝડપાઈ ટોળકી

કેવી રીતે ચાલે છે ધર્માંતરણ? 
ટોળકી અંતરિયાળ અને પછાત વિસ્તારમાં જાય છે
પોસ્ટર, પ્લેમપ્લેટ વહેંચી સામેવાળાનો ફોન નંબર લે છે
ફોન પર ખ્રિસ્તી ધર્મની જાળમાં ફસાવે છે
તાપી જિલ્લાના અનેક ગામ તો ફોસલાઈ ગયા! 
તાપી જિલ્લો રેડ ઝોનમાં આવી ગયો છે!

હિન્દુ અહિંસક છે, તે ક્યારેય હિંસા પર નથી ઉતરતો...આ ઘટનામાં હિન્દુ યુવાનો આક્રમક થઈ શક્તા હતા પરંતુ તેઓ ન થયા...બે હાથ જોડીને સામેવાળાને માત્ર સમજાવ્યા...પરંતુ વિચારો કે હિન્દુની જગ્યાએ કોઈ અન્ય ધર્મના લોકો હોત તો?...શું બન્યું હોત આ ધર્મના ધુતારા સાથે તેની કલ્પના જ કરવી રહી...

ખ્રિસ્તી ધર્મનો પ્રચાર ગામે ગામ અને મહોલ્લે મહોલ્લે થઈ રહ્યો છે. પણ સલામ છે ઉકાઈના એ ભોળા આદિવાસીઓને જેમણે મક્કમતાથી ન માત્ર સામનો કર્યો પરંતુ સાનમાં સમજી જવા સલાહ પણ આપી...

ખરેખર ધર્માંતરણના ખેલને રોકવાનું કામ હિન્દુવાદી સંગઠનો અને હિન્દુત્વની મોટી મોટી વાતો કરનારા લોકોનું છે તે કામ સ્થાનિક જનતાએ કર્યું. આ જાગૃતતાને સલામ છે. ધર્મની રક્ષા કાજે આપણા પૂર્વજો, રાજા મહારાજાઓએ પોતાના માથા આપી દીધા છે. એ ધર્મને બચાવવા માટે લોકોએ જાગૃત થવું જ પડશે...અને સ્થાનિક વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓએ પણ આગળ આવવું પડશે....જો ધર્મની રક્ષા આપણે નહીં કરી તો ધર્મ આપણી રક્ષા નહીં કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news