)
ગાંધીનગરઃ આસ્થાના ઉત્સવમાં હિંસાની ઘટના ગાંધીનગરમાં બહિયલમાં બની હતી...વિધર્મીઓના ટાળાએ નવરાત્રિના પંડાલ પર પથ્થરમારો કર્યો...અનેક દુકાનોમાં તોડફોડ કરીને લૂંટ ચલાવી અને દુકાનોને સળગાવી દીધી...આ ઘટનાથી હિન્દુ સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો હતો...પરંતુ પોલીસે આરોપીઓની મજબૂત સર્વિસ કરી અને કાયદાનું ભાન કરાવ્યું...જુઓ બહિયલને બાનમાં લેનારા અપરાધીઓનો આ અહેવાલ...
ગાંધીનગરના બહિયલ ગામમાં નવરાત્રિના ત્રીજા દિવસે શાંતિ અને શક્તિના પર્વમાં અશાંતિનો માહોલ સર્જાયો...સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બે સમુદાયો વચ્ચે હિંસા ભડકી, જેમાં વિધર્મીઓના ટોળાએ દુકાનો લૂંટી, સળગાવી, વાહનો તોડ્યા અને હિંદુઓના ઘરો પર પથ્થરોનો વરસાદ કર્યો. ગરબાના માહોલમાં આ હુમલાથી ગામમાં ડર ફેલાયો હતો.
ચાર દુકાનો અને પાંચ-છ વાહનોને આગ લગાવી, પોલીસ પર પણ હુમલો કર્યો. પરંતુ ગુજરાત પોલીસે તાત્કાલિક એક્શન લઈને વિધર્મીઓના ટોળાને કાયદાનું ભાન કરાવ્યું. આ એ જ અપરાધીઓ છે જેમણે ગામની એકતા તોડી, ગરીબોની દુકાનો સળગાવી હતી...પોલીસ સાથે પાલો પડ્યા પછી તેમની હાલત કેવી થઈ છે તે જોઈ લો....ચાલી પણ શકે તેમ નથી રહ્યા હવે...
બહિયલમાં થયેલી હિંસાનો મામલો; આરોપીઓને દહેગામ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.#Gujarat #BreakingNews #News #IloveMuhammad #ilovemahadev #Gandhinagar pic.twitter.com/x5YjI2tDYM
— Zee 24 Kalak (@Zee24Kalak) September 26, 2025
હિંસા મામલે 83 લોકો સામે નામજોગ અને 200ના ટોળા સામે FIR નોંધાઈ છે...પોલીસે 60થી વધુની ધરપકડ કરી, તેમને ગુનાહિત સ્થળે લઈ જઈને કાયદાની કડકાઈ બતાવી. ગામલોકોએ આરોપીઓની બદલાયેલી ચાલ જોઈ 'ગુજરાત પોલીસ જિંદાબાદ'ના નારા લગાવ્યા..
હિંસા મામલે 83 લોકો સામે નામજોગ
200ના ટોળા સામે FIR નોંધાઈ છે
પોલીસે 60થી વધુની ધરપકડ કરી
તો બહિયલની હિંસામાં સૌથી મોટો ખુલાસો થયો છે...હિંસાનો માસ્ટર માઈન્ડ પૂર્વ સરપંચ કાલુ મલેક હોવાનું સામે આવ્યું છે...મલેક હિંસા બાદ ફરાર થઈ ગયો છે...જ્યારે વધુ એક અપરાધી ઉપસરપંચ અબ્દુલ કાદિર પકડાઈ ગયો છે..જેને પોલીસે કાયદાનું બરાબર ભાન કરાવ્યું....
હિંસાનો માસ્ટર માઈન્ડ પૂર્વ સરપંચ કાલુ મલેક હોવાનું સામે આવ્યું. મલેક હિંસા બાદ ફરાર થઈ ગયો છે. અપરાધી ઉપસરપંચ અબ્દુલ કાદિર પકડાઈ ગયો છે. આવી કડક કાર્યવાહીથી જ સમાજમાં શાંતિ જળવાશે. પોલીસે ફરી બતાવ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નિર્દોષને રંજાળ્યો તો આવા જ હાલ થશે...