કોરોના-લૉકડાઉનને કારણે રાજ્યની આવકમાં થયો ઘટાડોઃ નીતિન પટેલ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફેસબુકથી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, હાલ ધંધા-રોજગાર બંધ હોવાને કારણે રાજ્યને ઘણું નુકસાન થયું છે.   

Updated By: Apr 30, 2020, 04:42 PM IST
કોરોના-લૉકડાઉનને કારણે રાજ્યની આવકમાં થયો ઘટાડોઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 4000ને પાર કરી ગયા છે. સમગ્ર દેશમાં લૉકડાઉનને કારણે રોજગાર-ધંધા અને ઉદ્યોગો બંધ હોવાને કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાત પણ આ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. રાજ્યને થયેલા આર્થિક નુકસાન અને અન્ય સ્થિતિ વિશે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વાત કરી હતી. ફેસબુક દ્વારા પોતાના સંબોધનમાં નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને કારણે જીએસટીની આવકમાં ઘટાડો થયો છે. રાજ્યની આર્થિક પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની રહી છે. આવકમાં ઘટાડો થયો છે. 

નીતિન પટેલે કહ્યું કે, રાજ્યના 5 લાખ 28 હજાર કર્મચારીઓને એપ્રિલ મહિનાનો પગાર ચુકવવામાં આવશે. મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં આ ચુકવણી કરવામાં આવશે. જેમાં કુલ 2600 કરોડ ચુકવવાના છે. તો 4 લાખ 97 હજાર પેન્શનરોને પણ તેન્શન ચુકવવામાં આવશે. 

રાજ્યના સરકારી અધિકારીઓને આપ્યા અભિનંદન
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યમાં કોરોના વાયરસની લડતમાં ખડેપગે ઉભેલા સરકારી કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, સરકારના અધિકારીઓ-કર્મચારીઓ ખડે પગે કોરોના વાયરસ સામે લોકોની સેવા કરી રહ્યાં છે. તેમને આ કામગીરી બદલ હું ધન્યવાદ આપુ છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર