ઓરેન્જ હોસ્પિટલની બેદરકારી, દર્દીના એક સંબંધીને ઈન્જેક્શન માટે ફોન કર્યો, બીજાને મોતના ખબર આપ્યા

પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, તેઓએ દર્દી સાથે સવારે 4 વાગ્યે ફોન પર વાત કરી હતી. ત્યારે દર્દી સ્વસ્થ હતા. માત્ર 3 કલાકમાં જ કેવી રીતે તેમનું મોત નિપજ્યું. 

ઓરેન્જ હોસ્પિટલની બેદરકારી, દર્દીના એક સંબંધીને ઈન્જેક્શન માટે ફોન કર્યો, બીજાને મોતના ખબર આપ્યા

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ ઓરેન્જ કોવિડ હોસ્પિટલ (orange hospital) ફરી એક વખત વિવાદમાં આવી છે. રાજકોટના 51 વર્ષીય પોઝિટિવ દર્દીના મૃત્યુ થતા પરિવારજનોએ તબીબો સામે આક્ષેપો કર્યા છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, તેઓએ દર્દી સાથે સવારે 4 વાગ્યે ફોન પર વાત કરી હતી. ત્યારે દર્દી સ્વસ્થ હતા. માત્ર 3 કલાકમાં જ કેવી રીતે તેમનું મોત નિપજ્યું. 

યાજ્ઞિક રોડ પર આવેલી ઓરેન્જ કોવિડ હોસ્પિટલમાં 51 વર્ષીય વૃદ્ધ દર્દીનું આજે સવારે મોત નિપજ્યું છે. ત્યારે તેમના પરિવારજનોએ તબીબો પર સીધા આક્ષેપો કર્યા છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા એક જ દર્દીના બે અલગ અલગ સંબંધીઓને ફોન કરવામાં આવ્યા હતા. જેમાં એક સંબંધી પાસે 40 હજારનું ઇન્જેક્શન મંગાવ્યું હતું અને બીજા ફોનમાં દર્દીનું મૃત્યુ થયું હોવાની જાણ કરી હતી. જેથી સંબંધીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ દર્દી ડાયાબિટીક પેસન્ટ હોવા છતાં તેમને ગ્લુકોઝ આપતા હોવાનો આક્ષેપ પરિજનોએ કર્યો હતો. આ સાથે જ મૃત્યુ બાદ દર્દીના મૃતદેહને સંપૂર્ણ જોવા આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ભરતીની રાહ જોઈને દરિયામાં ઉભુ છે INS વિરાટ, કિનારે લાંગરવાની ઘટના ભાવનગર માટે ઈતિહાસ બનશે

પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, તેઓએ દર્દી સાથે સવારે 4 વાગ્યે ફોન પર વાત કરી હતી. ત્યારે દર્દી સ્વસ્થ હતા. માત્ર 3 કલાકમાં જ કેવી રીતે તેમનું મોત નિપજ્યું. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ઓરેન્જ કોવિડ હોસ્પિટલ દર્દી પાસેથી વધુ રૂપિયા પડાવતા હોવાની પણ ફરિયાદ મળી હતી એ સમયે પણ વિવાદ સર્જાયો હતો. સરકાર વારંવાર આવી હોસ્પિટલો સામે પગલા લેવાની વાત કરે છે, પરંતુ હોસ્પિટલોને જાણે સરકારનો ડર રહ્યો ન હોય તેમ વર્તે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news