રાજકોટ: માધાપર ગામમાં કોરોનાનો પોઝિટિવ કેસ, 38 ફ્લેટના રહીશો તાબડતોબ ક્વોરન્ટાઈન

કોરોના વાયરસનો કહેર રાજકોટમાં યથાવત છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના જોવા મળી રહ્યો છે. માધાપર ગામમાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. ગોલ્ડન પોર્ટીકો એપાર્ટમેન્ટમાં રહેતા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ આવનાર વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. પોઝિટિવ કેસને પગલે તંત્ર દ્વારા 38 ફ્લેટના રહેવાસીઓને ક્વોરન્ટાઈન કરાયા છે. 

Updated By: May 31, 2020, 03:17 PM IST
રાજકોટ: માધાપર ગામમાં કોરોનાનો પોઝિટિવ કેસ, 38 ફ્લેટના રહીશો તાબડતોબ ક્વોરન્ટાઈન

રાજકોટ: કોરોના વાયરસનો કહેર રાજકોટમાં યથાવત છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના જોવા મળી રહ્યો છે. માધાપર ગામમાં કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. ગોલ્ડન પોર્ટીકો એપાર્ટમેન્ટમાં રહેતા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ આવનાર વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. પોઝિટિવ કેસને પગલે તંત્ર દ્વારા 38 ફ્લેટના રહેવાસીઓને ક્વોરન્ટાઈન કરાયા છે. 

અમદાવાદ: કોરોનાથી રક્ષણ મેળવવા 'ઇમ્યુનિટી બુસ્ટર' બનાવ્યાનો કર્યો દાવો

અત્રે જણાવવાનું કે દેશમાં અને રાજ્યમાં હવે લોકડાઉન 5ને અનલોક 1 ફેઝ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. આવતી કાલથી અનેક છૂટછાટ સાથે લોકડાઉન 5 ચાલુ થશે. જો કે લોકડાઉન 5 કરતા અનલોક 1 કહેવું વધુ સારું રહેશે કારણ કે આ દરમિયાન અનેક છૂટછાટ સાથે જનજીવન સામાન્ય બનાવવાની કોશિશ થઈ રહી છે. દેશને તબક્કાવાર રીતે અનલોક કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પણ શનિવારે રૂપાણી સરકારે કેન્દ્રની ગાઈડલાન્સ પ્રમાણે છૂટછાટ માટેની માર્ગદર્શિકા બહાર પાડી જેમાં કરફ્યૂના કલાકો ઘટાડ્યા અને દુકાનો માટે સમયગાળો વધારવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ અનેક છૂટછાટ આપવામાં આવી છે જે 8મી જૂનથી લાગુ પડશે. 

જુઓ LIVE TV

ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શનિવારે કોરોનાના કેસનો આંકડો 16,356 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાનો મૃત્યુઆંક 1000ને પાર ગયો છે અને 1007 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જો કે 9230 લોકો રિકવર થઈને ઘરે ગયા છે. સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં 11881 નોંધાયા છે. જ્યારે 822 લોકો મૃત્યુ પામ્યાં છે. ત્યારબાદ સુરતમાં 1565, વડોદરામાં 1009, ગાંધીનગરમાં 261, ભાવનગરમાં 121 અને રાજકોટમાં 108 કેસ નોંધાયા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 2 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. જ્યારે 70 લોકો રિકવર થયા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube