Corona ની સારવારનાં નામે નહી થાય ઉઘાડી લૂંટ, સરકાર દ્વારા દરેક સારવારનાં ભાવ નક્કી કરાયા

Updated By: Apr 16, 2021, 08:46 PM IST
Corona ની સારવારનાં નામે નહી થાય ઉઘાડી લૂંટ, સરકાર દ્વારા દરેક સારવારનાં ભાવ નક્કી કરાયા
પ્રતિકાત્મક તસવીર

* મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની મહત્વની જાહેરાત
* HRCT સીટી સ્કેનનો મહત્તમ ભાવ રૂ. 3000 નક્કી કરાયો
* કોઈપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સીટીસ્કેનના નિયત ભાવથી વધારે લેતા જણાશે તો કડકમાં કડક કાર્યવાહી કરાશે

ગાંધીનગર : ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે આવશ્યક એવા સીટી સ્કેન- HRCT THORAX ના પરિક્ષણનો મહત્તમ ભાવ રૂપિયા 3,000 નક્કી કર્યો છે. આજથી જ સમગ્ર રાજ્યમાં આ ભાવ અમલી થશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે કોર કમિટીની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓને સીટી સ્કેનની આવશ્યકતા ઊભી થાય છે. HRCT રિપોર્ટ કરાવવો પડે છે. રાજ્ય સરકારના ધ્યાને આવ્યું હતું કે, અલગ-અલગ શહેરોમાં કાર્યરત ડાયગ્નોસ્ટિક સેન્ટર મનફાવે તે રીતે દર્દીઓ પાસેથી ભાવો વસુલે છે. 

હવે શિક્ષકોને શાળાના પુસ્તકો વિદ્યાર્થી પાસે પહોંચાડવાનું પણ ભાડુ જોઇએ છે !

કોરોનાના દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે અને તેમની મુશ્કેલીઓમાં રાહત મળે તે હેતુથી ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને તમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે HRCT સીટી સ્કેનના ભાવ રૂપિયા 3,000 નિયત કર્યા છે. ગુજરાતના કોઇપણ શહેરમાં કોઇપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સીટી સ્કેનના ભાવ રૂ. 3,000થી વધારે લેતા જણાશે કે જાણમાં આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તમામ લેબોરેટરીઓ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોને અપીલ કરી છે કે, કોરોનાના દર્દીઓને વધુમાં વધુ રાહત આપી શકાય તે માટે તત્પર રહેવું જોઈએ.

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં મૃત્યુનો આંક 100 ની નજીક, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 8 હજારને પાર

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલનાં કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલ અને લેબોરેટરીઓ માટે જાણે કમાવાની સિઝન આવી હોય તે પ્રકારે દર્દીઓ પાસે મનફાવે તેવા ભાવ વસુલે છે. આ ઉપરાંત હોસ્પિટલો કેટલાક કિસ્સાઓમાં કોરોનાને નામે દર્દીઓને ડરાવીને વિવિધ ટેસ્ટ અને દવાનાં નામે ઉઘાડી લૂંટ કરે છે. તેવામાં ખુબ જ જરૂરી છે, સરકાર દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવે અથવા તેના પર લગામ લગાવવામાં આવે તે ખુબ જ જરૂરી હતી. તેવામાં સરકાર દ્વારા હવે ખુબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube